Home »TV »Latest Masala» TV Actress Sara Khan Dating Pakistani Actor Noor Hassan

'...બિદાઈ'ની સાધના છે પાકિસ્તાની એક્ટરના પ્રેમમાં!, 50 લાખ માટે કર્યા'તા લગ્ન

divyabhaskar.com | Apr 19, 2017, 00:03 AM IST

  • સારા ખાન અને નૂર હસન
મુંબઈઃ 'સપના બાબુલ કા બિદાઈ...'માં સાધનાનો રોલ કરી જાણીતી બનેલી સારા ખાન પાકિસ્તાની શોમાં પણ કામ કરી રહી છે. હાલ તેને આ શોની સાથે પ્રેમી પણ મળી ગયો હોવાના અહેવાલો આવ્યા છે. તે પાકિસ્તાની એક્ટર નૂર હસનને ડેટ કરી રહી હોવાના મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે. તેનો આ બોયફ્રેન્ડ પાકિસ્તાની શો 'બેખુદી'નો કો-સ્ટાર છે. હાલ બન્નેએ આ વાત ગુપ્ત રાખી છે અને એકબીજાને સમજવામાં સમય વિતાવી રહ્યા છે. જો તેઓ ટૂંક સમયમાં જ તેના રિલેશનશીપના સ્ટેટસની જાહેરાત કરે તો તેમાં કોઈને આશ્ચર્ય પણ થશે નહીં. માત્ર એટલું જ નહીં, નૂર અને સારા પોત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ એકબીજાના ફોટોઝ મુકતા રહે છે.  50 લાખ રૂપિયા માટે લગ્ન કરી ચૂકી છે સારા

વર્ષ 2010માં 'બિગ બોસ'ના ઘરમાં સારાએ સ્પર્ધક અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતાં. જોકે, લગ્નના એક વર્ષ બાદ આ સંબંધોનો અંત આવી ગયો હતો. તેમના નિકટના મિત્રોએ ખુલાસો કર્યો હતો કે લગ્ન માટે આ બંનેને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં. જોકે, ચેનલે આ વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યુ હતુ કે સારા અને અલીએ એકબીજાની મરજીથી નિકાહ કર્યા હતાં. અલબત્ત, અલી મર્ચન્ટે રિયાલિટી શો 'સચ કા સામના'માં કહ્યુ હતુ કે તેણે માત્ર પબ્લિસિટી માટે લગ્ન કર્યા હતાં અને તે લગ્ન તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.
 
આગળની સ્લાઈડ્સમાં સારા ખાન અને નૂર હસનના વધુ ફોટોઝ
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TV actress Sara Khan dating pakistani actor Noor Hassan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended