Home »TV »Latest Masala» TV Actress Ridhima Tiwari Explain About Her Role In Ghulaam

સીરિયલમાં બોલ્ડ પત્ની બની આ Actress, ફિલ્મ્સમાં આપ્યા છે ઉત્તેજક સીન

divyabhaskar.com | Apr 18, 2017, 18:05 PM IST

  • રિદ્ધિમા 'ગુલામ' સીરિયલમાં 'માલદાવલી'ના રોલમાં જોવા મળે છે
ભોપાલઃ ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા તિવારી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભોપાલ આવી હતી. આ દરમિયાન તેણે શહેરની સુંદરતા માણી હતી અને આ સાથે જ તેની પર્સનલ લાઇફની અનેક વાતો જણાવી હતી. રિદ્ધિમા ગ્વાલિયરની રહેવાસી છે અને તે 'ગુલામ' સીરિયલમાં 'માલદાવલી'ના રોલમાં જોવા મળે છે. સીરિયલની સ્ટોરી વિશે રિદ્ધિમાએ જણાવ્યું કે તે એક નપુંસકની પત્નીનો રોલ કરી રહી છે. નોંધનીય છે કે આ પહેલા પણ તે ફિલ્મમાં બોલ્ડ રોલ કરી ચૂકી છે.
 
આ પહેલા પણ કરી ચૂકી છે બોલ્ડ રોલ
-તાજેતરમાં જ આવેલી 'બેગમ જાન' રિદ્ધિમાની પહેલી ફિલ્મ છે. જેમાં તેણે અંબાનો રોલ કર્યો છે. જે કોઠાની એક મેમ્બર છે
-નોંધનીય છે કે રિદ્ધિમાએ ખૂબ મહેનત કરીને ટીવી ઇન્ડસ્ટ્રિમાં એન્ટ્રી કરી હતી.
-રિદ્ધિમાએ 2012માં તેલુગુ ફિલ્મ 'હાયી હઇગા'માં રઘુબાબુ સાથે કામ કર્યું હતું. જેમાં બોલ્ડ સીન્સ પણ હતાં.
-રિદ્ધિમાએ સીરિયલ 'ગુલામ' માટે પણ 3 વાર ઓડિશન આપવું પડ્યું હતું. જેમાંથી બે વાર તો તેણે લુક ટેસ્ટ આપ્યો હતો.
 
ગ્વાલિયરમાં પસાર થયું છે નાનપણ
-રિદ્ધિમાનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. અહીં જ તેના નાના-નાની પણ રહે છે.
-થોડા વર્ષ પછી તેના પાપાની ટ્રાન્સફર ગુજરાતની એક સ્કૂલમાં થઇ હતી. આમ તે ગુજરાતમાં પણ રહી ચૂકી છે.
-રિદ્ધિમાના ફ્રેન્ડ્સના કહેવાથી તેણે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઇને મુંબઇ આવી હતી. આ પછી તેને ધીરે ધીરે સીરિયલ મળવા લાગી.
-આ પહેલા તે 'સસુરાલ ગેંદા ફૂલ', 'દિલ મિલ ગયે', 'દો દિલ એક જાન' જેવી અનેક સીરિયલમાં કામ કરી ચૂકી છે.
 
બનવા  ઇચ્છતી હતી જર્નલિસ્ટ
-રિદ્ધિમાના ઘરમાં દરેક વ્યક્તિ વેલ એજ્યુકેટેડ છે. તેની મોમ ઇચ્છતી હતી કે તે ડોક્ટર બને.
-પરંતુ તેને લખવાનો શોખ હતો આથી તે જર્નલિસ્ટ બનવા ઇચ્છતી હતી
-એક દિવસ તેના પાપાએ ચેલેન્જ આપી કે તું માસ કોમ્યુનિકેશન કરીને કોઇ નોકરી નહીં કરી શકે. તો પાપાની ચેલેન્જ એક્સેપ્ટ કરતા તેણે બેંકમાં પણ નોકરી કરી હતી.
-રિદ્ધિમાએ બેડરૂમ પાસે વિઝન બોર્ડ લગાવીને રાખ્યું છે. જેમાં તેણે ઇરફાન ખાન, નવાઝુદ્દિન જેવા એક્ટર્સના ફોટોઝ લગાવી રાખ્યા છે. જેની સાથે કામ કરવાનું રિદ્ધિમાનું સપનું છે.
 
આગળની 10સ્લાઇડ્સમાં જુઓ,એક્ટ્રેસ રિદ્ધિમા તિવારીના અન્ય Photos...
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TV Actress Ridhima Tiwari Explain about her role in Ghulaam
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended