Home »TV »Latest Masala» Shweta Tiwari And Raja Choudhrys Tragic Marriage Life Facts

ફેમિલી વિરૂદ્ધ જઈ 19ની ઉંમરમાં BF સાથે કર્યા'તા લગ્ન, માર પડતા લીધા ડિવોર્સ

divyabhaskar.com | Jul 15, 2017, 08:00 AM IST

  • ડાબેથી બીજા પતિ અને પહેલા પતિ તથા દીકરી પલક સાથે શ્વેતા
મુંબઈઃ13 જુલાઈના રોજ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની ચોથી વેડિંગ એનિવર્સરી હતી. શ્વેતાએ વર્ષ 2013માં ટીવી એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા શ્વેતાએ 23 ડિસેમ્બર 1998ના રોજ ભોજપુરી એક્ટર રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે શ્વેતાએ લગ્ન કર્યા ત્યારે રાજા ચૌધરી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એક્ટર અને પ્રોડ્યુસર તરીકે એક્ટિવ હતો. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, શ્વેતાએ માત્ર 19 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. તેનું ફેમિલી આ લગ્નના વિરોધમાં હતું, પણ તેણે ફેમિલીની પરવા કર્યા વિના રાજાને હમસફર બનાવ્યો. ડોમેસ્ટિક વાયોલન્સને કારણે તૂટ્યા લગ્ન
 
- શરૂઆતના દિવસોમાં રાજા અને શ્વેતાનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ થોડા સમય બાદ બન્ને વચ્ચે પ્રોબ્લેમ શરૂ થઈ ગયા.
- આ મુશ્કેલીઓ શ્વેતાના પહેલા સંતાન પલકના જન્મ(2000)સાથે જ શરૂ થઈ ગઈ હતી.
- શ્વેતાએ પલકને જન્મ આપ્યા બાદ 2001માં 'કહીં કિસી રોજ'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. તો બીજી તરફ તેની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલી વાતો પણ મીડિયામાં આવવા લાગી.
- મીડિયા રિપોર્ટ્સ આવ્યા કે શ્વેતા ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર થઈ રહી છે. રાજા સતત તેની સાથે મારઝુડ કરી રહ્યો છે.
- આ દરમિયાન શ્વેતા ટીવી શો 'કસૌટી ઝિંદગી કી' દ્વારા ફેમસ થવા સાથે સાથે તેની સાથે થયેલી ઘરેલું હિંસાની વાતો પણ વાયરલ થઈ.
- છેવટે 9 વર્ષ બાદ રાજાથી પરેશાન થઈને શઅવેતા 2007માં ડિવોર્સ ફાઈલ કરી દીધા અને તે સેપરેટ રહેવા લાગી.
- તેનો ડિવોર્સ કેસ પણ લાંબો ચાલ્યો હતો. આ કેસ પાંચ વર્ષ સુધી ચાલતો રહ્યો હતો અને અંતે 2012માં તેના ડિવોર્સ થઈ ગયા.
 
આગળની સ્લાઈડ્સમાં શ્વેતાએ પહેલા પતિ પર મુકેલા દીકરીને મારી નાંખવાના પ્રયાસ કરવાના આરોપથી લઈ બન્નેના બીજા લગ્ન અંગે
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shweta tiwari and raja choudhrys tragic marriage life facts
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended