Home »TV »Latest Masala» Child Artist Arsheen Namdaar Break Down After Reema Lagoos Death

રીમા લાગૂની ડેડ બોડી જોઈ રડી 'અવની', આવ્યા આમિર-કિરન સહિતના સેલેબ્સ

divyabhaskar.com | May 18, 2017, 14:56 PM IST

  • ડાબેથી 'નામકરણ'માં અવનીનો રોલ કરી રહેલી અશ્રીન નામદાર, આમિર-કિરન અને મનોજ જોશી
મુંબઈઃ આજે (18 મે) ટીવી અને ફિલ્મ્સમાં મોડર્ન મોમનો રોલ કરવા માટે જાણીતા એવા રીમા લાગુનું કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. ત્યાર બાદ તેમની ડેડબોડી ઘરે લાવવામાં આવી હતી.
જ્યાં તેમની દુબઈમાં રહેતી દીકરી તથા બીજા નિકટના સંબંધીઓ પણ આવી પહોંચ્યા હતા.
 
રડી પડી 'નામકરણ'ની અવની, આવી આમિરની એક્સ અને હાલની પત્ની
 
આ સમયે તેની ડેડ બોડી જોઈને 'નામકરણ'માં અવનીનો રોલ કરી રહેલી ચાઈલ્ડ આર્ટિસ્ટ અશ્રીન નામદાર ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ સિવાય ફિલ્મ અને ટીવી જગતમાંથી પત્ની કિરન રાવ સાથે આમિર ખાન, તથા આમિરની પૂર્વ પત્ની રિના દત્તા, ઈમરાન ખાનની માતા નુઝત ખાન, મનોજ જોશી, રઝા મુરાદ તથા 'દંગલ'માં બબીતા કુમારીનો રોલ કરનારી સાન્યા મલ્હોત્રા, રેણુકા શહાણે, વિરાફ પટેલ, મહેશ ભટ્ટ, મહેશ માંજરેકર અને સચીન પિલગાંવકર સહિતના સેલેબ્સ આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં રીમા લાગુના ઘરે પહોંચેલા અનેક સેલેબ્સના ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: child artist arsheen namdaar break down after reema lagoos death
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended