Home »TV »Latest Masala» Russian TV Show Game2 Winter To Allow Rape And Murder In Siberia

ભલભલાના રૂંવાટા ઉભા કરી દેશે આ રિયાલીટી શો, રેપ,દારૂ-હત્યાની છે છૂટ

divyabhaskar.com | Mar 25, 2017, 16:13 PM IST

  • શોનો એક સીનઃ ફાઈલ
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ આપણે ભારતના રિયાલીટી શો 'રોડીઝ' કે 'બિગ બોસ'માં જોવા મળતી અશ્લીલતા અને ફુહડતાથી પરેશાન થઈ જાય છીએ. ફિયર ફેક્ટર જોઈને ડરીએ છીએ, ત્યારે રશિયાની 'હંગર ગેમ' જોવા માટે તો કઠણ કાળજું રાખવું જોઈએ. આ શોમાં રેપ અને હત્યાની પણ છૂટ છે. રેપ, દારૂ, સિગરેટ, હત્યા અને ઝઘડાની પણ છૂટ
 
હાલ સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો હોવાથી જ્યાં જુઓ ત્યાં એકબીજાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે હોડ લાગી છે. તેમજ રિયાલીટી શો પણ તેમાંથી બાકાત નથી, ભારત હોય કે વિદેશ ટીઆરપી તો જોઈએ. આથી લોકો કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. એક કડવું સત્ય એ છે કે, જેનું સ્તર જેટલું નીચે આવ્યું એટલી તેની ટીઆરપી ઉંચી ગઈ. આમ છતાં ભારતમાં તો અમુક હદ્દ સુધી જ જઈ શકાય છે, પણ રશિયાના એક રિયાલીટી શોએ તો હવે તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. ચાલુ વર્ષના જુલાઈ માસમાં શરૂ થવા જઈ રહેલા 'હંગરગેમ' શોમાં હવે કંઈપણ કરવાની છૂટ છે. તેમાં રેપ, દારૂ, સિગરેટ, હત્યા અને ઝઘડાની પણ છૂટ છે.
 
રિયાલીટી શોના બાપના બાપ છે આ શો
શોનું નામ 'ગેમ 2-વિન્ટર' છે. જેમાં કુલ મળીને 30 મહિલા અને પુરૂષો સ્પર્ધક તરીકે સામેલ થશે. તેનો ઉદ્દેશ રિંછ જેવા જંગલી જનાવરોથી ભરેલા જંગલ વિસ્તારમાં 9 મહિના સુધી જીવતું રહેવાનો છે. સાઈબિરીયાના 900 હેક્ટરના વિસ્તારમાં 2000ના કેમેરા લગાવેલા હશે, જે 30 લાઈફ પર નજર રાખશે અને જીતનારા સ્પર્ધકને મળશે 1.6 મિલિયન ડોલરનું ઈનામ મળશે. આ શો આખી દુનિયામાં ઓનલાઈન બતાવવામાં આવશે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો શો સાથે સંકળાયેલી બીજી વાતો અંગે
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: russian TV show Game2 Winter to allow rape and murder in Siberia
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended