Home »TV »Latest Masala» Reema Lagoo Replaced By Ragini Shah On Naamkarann

આ ગુજરાતી એક્ટ્રેસે લીધું રીમા લાગૂનું સ્થાન, બની 'દયાવંતી મહેતા'

divyabhaskar.com | May 20, 2017, 12:41 PM IST

  • 'નામકરણ'ના લુકમાં રાગિણી શાહ અને દિવંગત રીમા લાગૂ
મુંબઈઃ 18મેના રોજ એક્ટ્રેસ રીમા લાગૂએ અચાનક જ દુનિયાને અલવિદા કહ્યું છે. આ કારણે તેની હાલ ચાલી રહેલી ટીવી સીરિયલ 'નામકરણ'ના પ્રોડ્યુસરે તેના દયાવંતી મહેતાના રોલ માટે શોધખોળ શરૂ કરી હતી.  આ રોલ માટે તેમણે રીમા લાગૂના અવસાનના એક દિવસમાં જ તેના સ્થાને ગુજરાતી એક્ટ્રેસ એવા રાગિણી શાહને સાઈન કર્યા છે. રીમાના નિધનના બીજા દિવસે જ રાગિણીએ શરૂ કર્યું શૂટ
 
રાગિણીએ 19મે થી જ સ્ટાર પ્લસના આ શો માટે શૂટિંગ શરૂ કર્યું હતું. તેના નવા લુકનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.
 
'દિયા ઔર બાતી હમ' સહિત અનેક શોમાં કર્યું છે કામ
 
રાગિણી શાહે ગુજરાતી થિયેટર સિવાય અનેક હિન્દી ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેઓ 'દિયા ઔર બાતી હમ'માં ભાભોના સાસુ અને 'સરસ્વતીચંદ્ર'માં દુગબા બન્યા હતા. આ પહેલા તેઓ 'એક મહલ હો સપનોં કા', 'આતી રહેંગી બહારેં' અને 'મેરા સસુરાલ' જેવા અનેક ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે.
 
દીપક ઘીવાલા સાથે કર્યા છે લગ્ન
 
તેઓ છેલ્લા 2 દાયકાથી એક્ટિંગ જગતમાં એક્ટિવ છે. વર્ષ 20016માં રાગિણીએ 'હાર્દિક અભિનંદન' નામની ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેઓએ ગુજરાતી એક્ટર દિપક ઘીવાલા સાથે લગ્ન કર્યાં છે.
 
આગળની સ્લાઈડ્સમાં ગુજરાતી એક્ટ્રેસ રાગિણી શાહના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reema lagoo replaced by ragini Shah on Naamkarann
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended