Home »TV »Latest Masala» Shaktimaan Actor Mukesh Khanna Wanted To Become Engineer

એન્જિનિયર બનવા ઇચ્છતો હતો સુપરહિરો 'શક્તિમાન', જાણો શું કરે છે અત્યારે

divyabhaskar.com | Jun 19, 2017, 13:42 PM IST

  • 'શક્તિમાન' 90sની સૌથી ફેમસ સીરિયલ હતી.
મુંબઇઃ ટીવીના શક્તિમાનથી ફેમસ થનાર સ્ટાર મુકેશ ખન્ના 23 જુને પોતાનો 59મો જન્મદિવસ ઉજવશે. 90ના દશકમાં બાળકોથી લઇને વૃદ્ધ સુધી સૌ કોઇ મુકેશ ખન્નાને પસંદ કરતા હતાં. મુકેશ ખન્ના સુપરહિરો ‘શક્તિમાન’ના રોલને કારણે ખૂબ ફેમસ થયો હતો. બાળકો તેની સ્ટાઇલ અને કપડાની કોપી કરતાં હતાં. જોકે, એન્જિનિયર બનવા ઇચ્છતા મુકેશ ખન્ના એક્ટિંગ સાથે જોડાયા અને શક્તિમાનના રોલે તેમને ખૂબ ફેમસ બનાવ્યા હતાં. હાલ તેઓ એક્ટિંગ સ્કૂલમાં વ્યસ્ત છે
 
બીએસસી પછી એન્જિનિયરિંગ કરવા ઇચ્છતા હતા મુકેશ
-એક ઇન્ટરવ્યૂમાં મુકેશે જણાવ્યું હતું કે, "મને ક્યારેય એક્ટર બનવાનો શોખ ન હતો. બીએસસી કર્યા પછી એન્જીનિયરિંગ કરવાનું વિચાર્યું હતું ત્યારે પ્લાસ્ટિક નવું-નવું આવ્યું હતું. હું પ્લાસ્ટિક એન્જિનિયર બનવા ઇચ્છતો હતો. પરંતુ મારી આજુબાજુ એવું વાતાવરણ બન્યું કે અચાનક હું એક્ટર બની ગયો. આ પછી મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પુણેમાં શિક્ષણ લીધું હતું."
 
મહાભારતમાં યાદગાર રહ્યો'ભીષ્મ'નો રોલ
-આ પહેલા મુકેશ ખન્નાએ બી.આર.ચોપરાની મહાભારતમાં ભીષ્મનો રોલ કર્યો હતો. તેનો આ રોલ પણ ખૂબ ફેમસ થયો હતો. જોકે, મુકેશ ખન્નાએ હજુ લગ્ન કર્યા નથી.
-આ ઉપરાંત મુકેશ ખન્નાએ 'ચંદ્રકાંતા', 'યુગ', 'બ્રહ્મા', 'અહેસાસ' અને 'મર્યાદા' જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું. મુકેશનો દરેક સીરિયલમાં અલગ અને હટકે અંદાજ જોવા મળતો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો છેલ્લા કેટલાક સમયથી સ્ક્રિન પરથી છે ગાયબ...
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shaktimaan actor mukesh khanna Wanted to become engineer
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended