Home »TV »Latest Masala» Comedian Kapil Sharma Introduces His Wife To World

35 વર્ષીય કપિલ છે પરિણીત! પહેલી જ વાર શેર કર્યો પત્ની સાથેનો PHOTO

divyabhaskar.com | Mar 18, 2017, 11:42 AM IST

  • કપિલ શર્માએ ગિન્ની સાથેનો ફેસબુક પર પોસ્ટ કરેલો ફોટો
મુંબઈઃકોમેડિયન કપિલ શર્માએ ફેસબુક પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ગિન્ના ચતરથ સાથે જોવા મળી રહ્યો છે. ફોટો સાથે તેણે લખ્યું છે કે,''મારી પત્નીને મળો, તેને હું દીપિકા કરતા પણ વધુ પ્રેમ કરું છું ''. તો બીજી તરફ આ ફોટો તેણે ટ્વિટર પર શેર કરતા લખ્યું છે''હું તેને મારી બેટર હાફ તો નહીં કહું, પણ તે મને પુરો કરે છે. લવ યુ ગિન્ની...હું તેને ખૂબ પ્રેમ કરું છું. '' ટ્વિટર પર એક અન્ય ફોટોમાં દીપિકાને ટેગ કરી લખ્યું છે,''દીપુ...હવે હું તને મિસ નહીં કરું...લવ ઓલ્વેઝ''

કોણ છે ગિન્ની
વર્ષ 2014માં divyabhaskar.com સાથેની ખાસ વાતચીત દરમિયાન કપિલના ભાઈ અશોક શર્મા કહ્યું હતું કે,, "કપિલ જલંધરની ભવનીત ચતરથ સાથે લગ્ન કરવા માગે છે, જેને લોકો પ્રેમ ગિન્ની કહીને બોલાવે છે. બન્ને એક સાથે કોમેડી શો 'હંસ બલિયે'માં કામ કરી ચૂક્યા છે"

2013માં divyabhaskar.comએ આપ્યો હતો કપિલની સગાઈનો રિપોર્ટ
વર્ષ 2013માં divyabhaskar.comએ કપિલની ગિન્ની સાથે સગાઈ થઈ ગઈ હોવાના સમાચાર બ્રેક કર્યા હતા. આ સમયે કપિલના મિત્રોને ટાંકીને રિપોર્ટમાં લખ્યું હતું કે, , આ બંનેએ પોતાના ઘરમાં જ સગાઈ કરી લીધી હતી. જોકે, તેમણે આ વાત હજી સુધી જાહેર કરી નથી.
 
આગળની સ્લાઈડ્સમાં કપિલ શર્માની પત્નીના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: comedian Kapil Sharma Introduces His Wife To World
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended