Home »TV »Latest Masala» Kartikey Raj Mom Told About Their Struggling Days

એક સમયે બે ટંક ભોજનના હતાં ફાંફાં, આવા ઘરમાં રહે છે કપિલ શર્માનો 'ખજૂર'

Rajesh Oza | Apr 17, 2017, 15:12 PM IST

  • કપિલ શર્મા સાથે કાર્તિકેય
મુંબઈઃ 'ધ કપિલ શર્મા શો'માં ખજૂરનું પાત્ર ભજવનાર 12 વર્ષીય કાર્તિકેયને ઓળખ આપવાની જરૂર નથી. જોકે, એક સમય એવો પણ હતો કે તેના પરિવારને બે ટંકનું ભોજન પણ નસીબ નહોતું. કાર્તિકેય જ્યારે પહેલીવાર હોટલમાં રોકાયો ત્યારે તેણે હોટલનું ભોજન ચોરી લીધું હતું અને ઘરે લઈ આવ્યો હતો. કાર્તિકેય ઈચ્છતો હતો કે તેની મોમને પણ સારું ભોજન મળે.
માએ કહ્યાં તે દુઃખી દિવસો....
- divyabhaskar.com સાથેની વાતચીતમાં કાર્તિકેયની મોમ કિરણ દેવીએ કહ્યું હતું કે પુત્ર કાર્તિકેયને કારણે જ પરિવારની સ્થિતિ સુધરી છે.
- ચાર વર્ષ પહેલાં તેમની સ્થિતિ એવી હતી કે બે ટંકનું ભોજન પણ નસીબ નહોતું. જે દિવસે ઘરમાં દાળ-ભાત અને શાક બને તે દિવસે બાળકોને લાગતું કે આજે પાર્ટી છે.
- 2013માં કાર્તિકેય એક ટીવી ચેનલના કોમેડી શોમાં પર્ફોમ કરવા માટે કોલકાતા ગયો હતો. તે ત્યાં એક મોટી હોટલમાં રોકાયો હતો.
- કાર્તિકેય તે હોટલમાં પાંચ દિવસ રહ્યો હતો. આ દિવસો દરમિયાન તેને જે પણ ભોજન મળતું, તે અડધું ખાતો અને બીજું છુપાવીને રાખી મૂકતો હતો.
- પાંચ દિવસ બાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે બેગમાંથી છુપાવેલું ભોજન ઘરના લોકોને આપ્યું હતું અને કહ્યું હતું, ''મા, તું આ ખાઈ લે, આ મોટી હોટલનું ભોજન છે. આપણે ક્યારેય મોટી હોટલમાં ગયા નથી એટલે તારા માટે લઈને આવ્યો છું.''
- ચાર વર્ષ બાદ પણ મને તે બધી જ વાતો યાદ છે. મેં બેગ લઈ લીધો અને તેની સામે ભોજન કર્યું. તે ભોજન તો બગડી ગયું હતું પરંતુ કાર્તિકેયને આ વાતનો અહેસાસ થવા દીધો નહોતો. પછી હું ઘણું જ રડી હતી. જોકે, મને મારા દિકરા પર ગર્વ હતો કે તે મને કેટલો પ્રેમ કરે છે. 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, પિતા કરતાં હતાં મજૂરી....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kartikey raj mom told about their struggling days
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended