Home »TV »Latest Masala» Child Artist Kartik Raj Is From Bihar And Middle Class Family

કપિલ શર્મા પર ભારે પડી રહ્યો છે 'ખજૂર', મા સીવે છે કપડાં તો પિતા મજૂરીકામ

divyabhaskar.com | Mar 21, 2017, 00:03 AM IST

  • કપિલ શર્મા સાથે કાર્તિક રાજ
મુંબઈઃપટનાનો 12 વર્ષનો કોમેડીયન કાર્તિક રાજ પોતાની કોમેડી ટાઇમિંગને લીધે ચર્ચામાં છે. કપિલ શર્માનો ‘ધ કપિલ શર્મા શો’ પોતાના જુના સાથીઓને લઇને ધૂમ મચાવી રહ્યો છે. આ જુના ચહેરાઓમાં એક નવો ચહેરો પણ જોવા મળી રહ્યો છે અને તે છે કાર્તિક રાજ. કાર્તિક રાજની પરિસ્થિતિ ઘણી જ સામાન્ય છે. 

જાણો શું કરે છે કાર્તિકના પેરેન્ટ્સઃ 
- કાર્તિકે શોમાં એક ચા વેચનારના દીકરાનો રોલ કર્યો છે.
- આ શોમાં કાર્તિકના કેરેક્ટરનું નામ ‘ખજૂર’ છે.
 
મા કપડાં સીવવાનું તો પિતા કરે છે મિસ્ત્રીકામઃ 
- કાર્તિકની મા કપડાં સીવે છે તો પિતા મિસ્ત્રી તરીકે છૂટક મજૂરી કરે છે.
- માતા પિતા ઉપરાંત કાર્તિકની ફેમિલીમાં બે બહેન છે. જે અભ્યાસ કરે છે.
- એક ટીવી ચેનલના રિયાલિટી શો ‘ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાઝ સીઝન-2’ના ફાઇનલમાં કાર્તિકને બેસ્ટ કોમિક એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
- શોમાં મહેમાન બનીને આવેલા કપિલ શર્માએ આ એવોર્ડ આપ્યો હતો.
- કાર્તિકનું કોમિક ટાઇમિંગ જોઇને જજ વિવેક ઓબેરોય અને સાજિદ ખાને તેની તુલના ગોવિંદા સાથે કરી હતી.
 
કેવી રીતે મળી શોમાં એન્ટ્રીઃ 
- કપિલ પહેલાંથી જ કાર્તિકની કોમેડી વિશે જાણતો હતો. છતાં ‘ધ કપિલ શર્મા શો’માં એન્ટ્રી માટે કાર્તિકે ઓડિશન આપ્યું હતું.
- તેનું કોમિક ટાઇમિંગ જોઇને આ શો માટે પસંદ કરવામાં આવ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કાર્તિક રાજની અન્ય તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: child artist kartik raj is from bihar and middle class family
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended