Home »TV »Latest Masala» Kapil Sharma Show Enter In Top 5 Show In TRP Race

Bad News! અમિતાભ બચ્ચનને કારણે કપિલ શર્માને લાગશે જોરદાર આંચકો!

divyabhaskar.com | Jun 09, 2017, 15:41 PM IST

  • અમિતાભ બચ્ચન તથા કપિલ શર્મા
મુંબઈઃસુનીલ ગ્રોવર સાથેના વિવાદને કારણે કપિલ શર્માના શોને ઘણું જ નુકસાન પહોંચ્યું હતું. એક સમયે ટીઆરપીની રેસમાં ટોપ 5માં રહેનાર આ શો લાંબા સમય બાદ ફરી પાછો ટોપ 5માં આવ્યો છે. જોકે, કપિલ શર્માની મુસીબત બંધ થવાનું નામ લેતી નથી. કપિલ શર્માનો શો હવે ઓફ-એર થવાનો હોવાની ચર્ચા છે. 

અમિતાભ બચ્ચનનો શો 'કેબીસી 9' આવશેઃ
ચર્ચા છે કે કપિલ શર્માના શોને સ્થાને અમિતાભનો શો 'કેબીસી' આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ આ વખતે આ શોને વધુ સમય આપી શકે તેમ નથી. તેથી 'કેબીસી' બે મહિના સુધી જ આવશે. ત્યારબાદ ચેનલને બીજા શોની જરૂર પડશે. 

'કેબીસી 9' બાદ 'સુપર ડાન્સર 2'
અમિતાભ બચ્ચનના શોને બાદ તરત જ 'સુપર ડાન્સર'ની બીજી સિઝન આવશે. આ શોની પહેલી સિઝન હિટ રહી હતી. 

ત્રીજો શો પણ તૈયારઃ
આ બે શો બાદ બે વર્ષની લાંબી રાહ જોયા બાદ 'એન્ટરટેઈન્મેન્ટ કે લિયે કુછ ભી કરેગા'ની સિઝન 6 આવશે. આ સાથે જ સુનીલ ગ્રોવર સાથેનો એક નવો શો પણ આવવાનો છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, તાજેતરમાં કપિલ શર્માના શોને કેટલાં મળ્યાં લાઈક ને કેટલાં ડિસ્લાઈક....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kapil sharma show enter in top 5 show in TRP race
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended