Home »TV »Latest Masala» Comedian Bharati Singh Shared Her Wedding Plan

FIX થઈ ગુજરાતી છોરા સાથે કોમેડિયન ભારતી સિંહની લગ્નની Date

divyabhaskar.com | Jul 15, 2017, 13:59 PM IST

મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહ આજકાલ કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા'માં કામ કરી રહી છે. ભારતી પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. ભારતી તથા તેના ગુજરાતી પ્રેમી હર્ષ લિંબાચિયાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. ભારતીએ કહ્યું હતું કે લગ્ન માટે 30 નવેમ્બર તથા 3-6 ડિસેમ્બર તારીખ આવી છે. આમાંથી જ કોઈ એક તારીખ પસંદ કરવામાં આવશે. 

ભારતીએ શરૂ કરી લગ્નની તૈયારીઃ
ભારતીએ કહ્યું હતું કે લગ્નની તારીખ ફ્રેન્ડ્સ તથા ફેમિલી મેમ્બર્સને અનુકૂળ આવે તે રીતે નક્કી કરવામાં આવશે. લગ્નમાં હલ્દી, મહેંદી, સંગીત તમામ રસ્મોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં ભારતીએ કહ્યું હતું કે તે લગ્નમાં રેડ, ફ્યૂશિયા તથા પિંક કલરનો લહેંગો પહેરશે. આ ડિઝાઈનર લહેંગા તે પોતાની રીતે ખરીદશે. લહેંગાની સાથે તે ગોલ્ડન ઝુમકા પહેરશે. લગ્ન મુંબઈ, પંજાબ કે પછી ગોવામાં થશે. 

જૂનમાં કરી હતી સગાઈઃ
ભારતીએ હર્ષ સાથે જૂન 2017માં સગાઈ કરી હતી. પરિવારની હાજરીમાં રોકા સેરેમની કરવામાં આવી હતી. રોકા સેરેમનીમાં ભારતી રેડ એન્ડ ગોલ્ડન કલરના ડ્રેસમાં તો હર્ષ ફોર્મલ ડ્રેસમાં જોવા મળી હતી. છેલ્લાં આઠ વર્ષથી રિલેશનશીપમાં છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કોણ છે હર્ષ....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: comedian bharati singh shared her wedding plan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended