Home »TV »Latest Masala» Check Out Unseen Pictures Of Popular Comedian Siddharth Jadhav

કાળો રંગ હોવાને કારણે ઉડતી ગંદી મજાક, Looks માટે પેરેન્ટ્સને આપતો ગાળો

Kiran Jain | Apr 17, 2017, 00:03 AM IST

  • સિદ્ધાર્થ જાદવ પત્ની તૃપ્તી સાથે
મુંબઈઃજાણીતો એક્ટર તથા કોમેડિયન સિદ્ધાર્થ જાદવ આજકાલ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 8'માં જોવા મળે છે. સિદ્ધાર્થે અનેક મરાઠી તથા હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે, તેણે ક્યારેય નહોતુ વિચાર્યું કે તે આ શોમાં ટીવીના જાણીતા સેલેબ્સ સાથે સ્પર્ધામાં ઉતરશે. તાજેતરમાં જ divyabhaskar.comએ સિદ્ધાર્થ જાદવ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં સિદ્ધાર્થે પોતાના જીવન અંગેની ઘણી જ વાતો કરી હતી. સિદ્ધાર્થે કહ્યું હતું કે કાળા હોવાને કારણે તેની ગંદી રીતે મજાક ઉડાવવામાં આવતી હતી. 

સિદ્ધાર્થે કહ્યું હતું કે આજે તો આ ઈન્ડસ્ટ્રિઝમાં 15થી વધુ વર્ષનો સમય થઈ ગયો છે. જોકે, તે હજી પણ માને છે, ''આજ મૈં સિકંદર નહીં હૂ, લેકિન કલ મૈં સિકંદર જરૂર બનુંગા ક્યોંકિ જો જીતા વહી સિકંદર હૈં....''

મહારાષ્ટ્રમાં થયો જન્મઃ
સિદ્ધાર્થનો જન્મ મહારાષ્ટ્રના નાનકડાં ગામ કારાવલીમાં થયો છે. સિદ્ધાર્થનો રંગ કાળો હોવાને કારણે તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. સિદ્ધાર્થ અનેક ઓડિશનમાં માત્ર બ્લેક રંગ હોવાને કારણે રિજેક્ટ થયો છે. તેના દાંતોની વચ્ચે જગ્યા છે અને રંગ ડાર્ક હોવાને કારણે તેની ઘણી જ મજાક ઉડાવવામાં આવતી હતી. તેનો લુક સામાન્ય માણસ જેવો ના હોવાથી તેને રિજેક્ટ કરી દેવામાં આવતો હતો. 

માતા-પિતાને બોલતો ગાળોઃ
પોતાના ખરાબ લુક માટે સિદ્ધાર્થ પોતાના પેરેન્ટ્સને જવાબદાર ઠેરવતો હતો અને તેમને ગાળો આપતો હતો. આ સમયે તેના ભાઈએ તેને એ વાતનો અહેસાસ કરાવ્યો કે લુક્સ સિવાય તેનામાં ઘણી જ બધી સારી ક્વોલિટી છે. તેણે તેના પર ગર્વ કરવાની જરૂર છે. હવે તો વર્ષો થઈ ગયા અને તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તેને હવે પોતાના લુક્સને લઈ કોઈ જ વાંધો નથી. તેણે પોતાની જાતને જેવી છે, તે જ રીતનો સ્વીકાર કરી લીધો છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કાળા રંગને કારણે અનેકવાર રડ્યો છે, ઓડિશનમાં બનાવી દીધો સ્પોટબોય....)
 
તમામ તસવીરોઃ અજીત રેડેકર
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out Unseen pictures of popular comedian Siddharth Jadhav
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended