Home »TV »Latest Masala» Unknown Facts Kapil Sharmas Girlfriend Bhavneet Aka Ginni Chatrath

ફાયનાન્સમાં MBA છે કપિલની ભાવિ પત્ની, જાણો કોણ અને ક્યાંની છે ગિન્ની

divyabhaskar.com | Mar 20, 2017, 00:04 AM IST

  • બાળપણ અને હાલમાં કપિલની ગર્લફ્રેન્ડ ગિન્ની ચત્રથ
મુંબઈઃ સ્ટેન્ડ અપ કોમેડિયનમાંથી એક્ટર બનેલા કપિલ શર્માએ તાજેતરમાં તેના લેડી લવનો ફેન્સને પરિચય કરાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચત્રથનો ફોટો શેર કરી એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે ગિન્નીના પ્રેમમાં છે અને તે જ તેને પુરો કરે છે. માત્ર એટલું જ નહીં, divyabhaskar.com સાથેની વાતચીત દરમિયાન કપિલે તેની સાથે આવતા વર્ષે લગ્ન કરવાની વાત પણ કરી હતી. આ સાથે જ સૌ કોઈ તેની આ ભાવિ પત્ની અંગે જાણવા ઉત્સુક બન્યા છે.ફાયનાન્સમાં એમબીએ છે ગિન્ની
 
ગિન્નીએ જલંધરની કોલેજમાંથી ફાયનાન્સમાં એમબીએ કર્યું છે અને હાલ તે જલંધરમાં પિતાનો બિઝનેસ સંભાળી રહી છે.
 
>>જલંધરની રહેવાસી ગિન્નીનું સાચું નામ ભવનીત ચત્રથ છે. તે અને કપિલ કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. (Exc.લગ્ન પર બોલ્યો કપિલ-ગિન્નીના પ્રેમમાં છું ગળાડૂબ, જાણો ક્યારે કરશે મેરેજ)
 
>>કપિલ અને ગિન્ની કોમેડી રિયાલીટી શો 'હંસ બલિયે'માં સાથે જોવા મળ્યા હતા. શોમાં બન્નેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. જોકે તેઓ આ પહેલાથી એકબીજાને જાણતા હતા. પરંતુ શોમાં કામ કરવા દરમિયાન એકબીજાની નિકટ આવ્યા હતા.
 
>>ગિન્ની તેના ફેમિલીની મોટી દીકરી છે અને તેને એક નાની બહેન પણ છે. વર્ષ 2013માં કપિલ અને ગિન્નીની સગાઈના અહેવાલો પણ આવ્યા હતા. તેઓ 2014માં લગ્ન કરશે એવી વાતો પણ ચાલી હતી. પરંતુ કપિલ તેની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું'ના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો હતો.
 
>>હાલ જલંધરમાં રહેતી ગિન્ની લગ્ન બાદ મુંબઈ ચાલી જશે અને કદાચ તે કપિલના પ્રોડક્શન હાઉસ K9 પ્રોડક્શન્સની જવાબદારી સંભાળશે.
 
>>ગિન્ની સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. તે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં કપિલની ગર્લફ્રેન્ડ ગિન્ની ચત્રથના પર્સનલ ફોટોઝ
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: unknown facts kapil sharmas girlfriend Bhavneet aka ginni Chatrath
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended