Home »TV »Latest Masala» Comedian Chandan Prabhakar Shares Photo Of His Daughter

પાપા 'ચંદુ ચા વાળા' સાથે Cute લાગી અઢી મહિનાની દીકરી , આવું પાડ્યું છે નામ

divyabhaskar.com | Jun 15, 2017, 13:36 PM IST

  • 'ધ કપિલ શર્મા શો'માં ચંદુ ચા વાળાના રોલમાં અને દીકરી સાથે ચંદન પ્રભાકર
મુંબઈઃ 'ધ કપિલ શર્મા'શોમાં ચંદુ ચાયવાલાના કેરેક્ટરથી જાણીતો બનેલો ચંદન પ્રભાકર 31 માર્ચના રોજ દીકરીનો પિતા બન્યો હતો. તાજેતરમાં ચંદને અઢી મહિનાની દીકરી  સાથેનો એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તે દીકરી સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. ચંદને પોતાની દીકરીનું નામ અદ્વિકા રાખ્યું છે. ચંદને ફોટો શેર કરતા લખ્યું કે, "This is the best frame of my life... thank you God". બે વર્ષ પહેલા કર્યા હતા લગ્ન
 
-ચંદન પ્રભાકર બે વર્ષ પહેલા એટલે કે 2015માં નંદિની ખન્ના સાથે લગ્ન બંધનમાં બંધાયો હતો.
- આ તેનું પહેલું બાળક છે. ચંદન 31 માર્ચના રોજ પાપા બન્યો હતો.
- ચંદને તે દિવસે આ વાત શેર કરતા લખ્યું હતું કે, "શું શાનદાર સવાર છે. હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. હું આખી દુનિયાને બતાવવા માગું છું કે, મારા ઘરે દિકરીનો જન્મ થયો છે. તમારા સૌના પ્રેમ અંગે આભાર"
- ઉલ્લેખનીય છે કે, પોસ્ટમાં તેણે પત્ની નંદિનીને પણ થેંક્યું કહ્યું હતું.
 
કપિલનો ખાસ મિત્ર રહ્યો છે ચંદન
- ચંદન અને કપિલને ખાસ મિત્ર માનવામાં આવે છે. બન્ને એક બીજાને સ્કૂલ કાળથી ઓળખે છે.
- બન્ને અમૃતસરની એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. માત્ર એટલું જ નહીં, કરિયરની શરૂઆતના દિવસોમાં અને અનેક કોમેડી શોજમાં બન્નેએ એક સાથે ઘણો સમય વિતાવ્યો છે.
- જોકે, હવે તેની મિત્રતામાં તિરાડ પડી ગઈ છે, થોડા સમય પહેલા કપિલ, ચંદન, કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલી ફ્લાઈટમાં ઝઘડ્યા હતા. ત્યાર બાદ તેણે શો છોડી દીધો હતો.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ, હવે સુનિલ સાથે અલી અસગર, ચંદન અને બાકીના લોકો કૃષ્ણા અભિષેકના શોમાં જોવા મળશે.
 
આગળની સ્લાઈડ્સમાં ચંદનના પત્ની તથા દીકરી સાથેના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: comedian Chandan Prabhakar Shares photo of his daughter
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended