Home »TV »Latest Masala» TV Celebrities Who Proposed To Their Partners On Reality Shows

'ધોની' સહિતના સેલેબ્સે રિયાલિટી શોમાં કર્યું'તું Propose, આવું રહ્યું પરિણામ

divyabhaskar.com | May 19, 2017, 08:03 AM IST

  • સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે, આ બન્નેનું લવ અફેયર લાંબો સમય રહ્યું હતું
મુંબઇઃ 'સસુરાલ સિમર કા'ની સિમર એટલે કે દીપિકા કક્કડ હાલ પોતાના બોયફ્રેન્ડ શોએબ ઇબ્રાહિમ સાથે ડાન્સ રિયાલિટી શો 'નચ બલિએ 8'માં જોવા મળે છે. તાજેતરમાં જ શોએબે દીપિકાને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. જેને દીપિકાએ એક્સેપ્ટ પણ કર્યું હતું. આ બન્ને આશરે 5 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બન્નેની લવ સ્ટોરી 'સસુરાલ સિમર કા'(2011)ના સેટ પરથી શરૂ થઇ હતી. જોકે, આ પહેલું કપલ નથી જેમણે રિયાલિટી શોમાં જાહેરમાં પ્રેમ દર્શાવ્યો હોય. આ પહેલા પણ 'એમ.એસ.ધોની' ફિલ્મમાં ધોનીનો રોલ કરીને ફેમસ થયેલા સુશાંત સિંહ-અંકિતાથી લઇ અનેક કપલ રિયાલિટી શોમાં એકબીજાને પ્રપોઝ ઉપરાંત લગ્ન પણ કરી ચૂક્યા છે. આ પેકેજમાં જાણીશું એવા જ અન્ય કપલ્સ વિશે.. 
 
વર્ષઃ 2010-11
 
-રિયાલિટી શોઝ પર લગ્ન અને રિલેશનની વાત કરવામાં આવે તો 'ઝલક દીખલા જા-4'નો વેલેન્ટાઇન સ્પેશ્યિલ એપિસોડ યાદ આવે છે. જેમાં શોના સેટ પર જ 'એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'થી ક્રિટિક અને લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર સુશાંત સિંહે અંકિતાને પ્રપોઝ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનું લવ અફેયર લાંબો સમય રહ્યું હતું. સુશાંતે અંકિતાની ખૂબસુરતીના વખાણ કરતા કહ્યું હતું કે હું આવતા સાત જન્મ સુધી તારો સાથ ઇચ્છું છું. આ પર અંકિતાએ કહ્યું હતું કે, 'હા. હું તારી સાથે લગ્ન કરીશ.' જોકે ત્યારબાદ સુશાંત અને અંકિતાના સંબંધનું પરિણામ શું આવ્યું તેની દરેક લોકોને જાણ છે. સુશાંત અને અંકિતાનું બ્રેકઅપ થયું હતું અને બન્નેએ આ વાતને કબૂલ કરી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો,એવા જ અન્ય કપલ્સ વિશે જેમણે રિયાલિટી શોમાં કર્યું પ્રપોઝ...
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TV Celebrities Who Proposed To Their Partners On Reality Shows
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended