Home »TV »Latest Masala» Check Out Funeral Pics Of Reema Lagoo, Bollywood Stars Did Not Attend

ઓનસ્ક્રિન મોમના અંતિમ સંસ્કારમાં ના આવ્યા SRK-સલમાન, દીકરીએ આપી અંતિમ વિદાય

divyabhaskar.com | May 26, 2017, 15:37 PM IST

  • ડાબે(ઉપર) રીમા લાગૂનો પાર્થિવ દેહ, (નીચે) કાજોલ, દીકરી મૃણમયી
મુંબઈઃ જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ રીમા લાગૂના અંતિમ સંસ્કાર 18મેના રોજ ઓશિવાર, મુંબઈ સ્થિત સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે બોલિવૂડના બિગ સ્ટાર્સ જોવા મળ્યા નહોતાં, રીમા લાગૂએ બોલિવૂડ સ્ટાર શાહરૂખ, સલમાન, સંજય દત્તની મોમની ભૂમિકા ભજવી હતી. છતાંય આ સ્ટાર્સ આવ્યા નહોતાં. ઓન સ્ક્રિન રીમા લાગૂએ સૌથી વધુ વાર સલમાન ખાનની મોમની ભૂમિકા ભજવી હતી પરંતુ સલાન પણ આવ્યો નહોતો. રીમાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનો ફેવરિટ દિકરો સલમાન ખાન છે. 

પુત્રીએ કરી અંતિમ વિદાયઃ
- રીમા લાગૂને રિયલ લાઈફમાં કોઈ દિકરો નથી, તેથી પુત્રી મૃણમયીએ અંતિમ સંસ્કારની તમામ વિધિ કરી હતી.
- રીમાનાં અંતિમ સંસ્કારમાં પૂર્વ પતિ વિવેક લાગુ, આમિર ખાન, રીષિ કપૂર, કિરણ કુમાર, રાકેશ બેદી, તનવી આઝમી, અંજન શ્રીવાસ્તવ, રઝા મુરાદ, બરખા બિશ્ત સહિતના સેલેબ્સ આવ્યા હતાં. 
- ઉલ્લેખનીય છે કે 18 મેના રોજ સવારે ત્રણ વાગે હાર્ટ એટેક આવવાથી રીમા લાગૂનું અવસાન થયું હતું.

આ ફિલ્મ્સમાં રીમા બની હતી સુપરસ્ટાર્સની મોમઃ
ફિલ્મરીલિઝનું વર્ષસ્ટાર્સ, જેની મોમ બની હતી રીમા
મૈંને પ્યાર કિયા 1989સલમાન ખાન
પથ્થર કે ફૂલ1991સલમાન ખાન
સાજન1991સલમાન, સંજય દત્ત
નિશ્ચય1992સલમાન ખાન
શ્રીમાન આશિક1993રીષિ કપૂર
ગુમરાહ1993શ્રીદેવી
દિલવાલે1994અજય દેવગણ
હમ આપકે હૈં કૌન1994માધુરી દીક્ષિત
રંગીલા1995ઉર્મિલા માતોડકર
જુડવા1997સલમાન ખાન
દિવાના મસ્તાના1997ગોવિંદા
કુછ કુછ હોતા હૈં1998કાજોલ
હમ સાથ સાથ હૈં1999સલમાન, મોહનીશ, સૈફ અલી ખાન, નીલમ
વાસ્તવ1999સંજય દત્ત
જિસ દેશ મેં ગંગા રહેતા હૈં2000ગોવિંદા
કહી પ્યાર ના હોજાયે 2000રાની મુખર્જી
મૈં પ્રેમ કી દિવાની2003અભિષેક બચ્ચન
કલ હો ના હો2003શાહરૂખ ખાન
હત્યા2004સંજય દત્ત
સેન્ડવીચ2006ગોવિંદા
શાદી કરકે ફંસ ગયા2006સલમાન ખાન
 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રીમા લાગૂનાં અંતિમ સંસ્કારમાં બોલિવૂડ સેલેબ્સ...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out funeral pics of reema lagoo, bollywood stars did not attend
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended