Home »TV »Latest Masala» Sunil Grover Said I Am Retired Hurt And I Do Not Play

સુપરસ્ટારે કહ્યું, ''મળી જાઓ હવે'', 'ગુલાટી'ના જવાબથી કપિલની બોલતી બંધ

divyabhaskar.com | Apr 18, 2017, 17:52 PM IST

મુંબઈઃકોમેડી કિંગ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેના ઝઘડાનો હજી સુધી ઉકેલ આવ્યો નથી. હજી પણ સુનીલ ગ્રોવર 'ધ કપિલ શર્મા શો'માં આવ્યો નથી. તાજેતરમાં જ બોલિવૂડ સુપરસ્ટાર રીષિ કપૂરે ટ્વિટર પર સુનીલ ગ્રોવર તથા કપિલ શર્માને પોતાના આગવા અંદાજમાં પૅચ-અપ કરવાનું કહ્યું હતું. જોકે, સુનીલ ગ્રોવરે પોતાના જવાબથી કપિલ શર્માની બોલતી બંધ કરી દીધી હતી.

રીષિએ કરી આ ટ્વિટઃ
રીષિ કપૂરે પોતાના અલગ અંદાજમા ટ્વિટ કરી હતી, "IPL. There is look alike of @KapilSharmaK9 in the team of Sun Risers Hyderabad. Anyone finding @WhoSunilGrover in any team? Mil jao yaaron!"

રીષિની ટ્વિટર બાદ સુનીલ ગ્રોવરે તરત જ રિપ્લાય કર્યો હતો. સુનીલે પણ રીષિને પોતાની હ્યુમરનો પરિચય આપી દીધો હતો અને કહ્યું હતું, "Sir, I am not playing this season coz I am retired hurt. Best Regards."

આ સેલેબ્સ પણ પેચ-અપ કરાવવાનો કર્યો હતો પ્રયાસઃ
કોમેડિયન્સ રાજુ શ્રીવાસ્તવ તથા સુનીલ પાલે કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવર વચ્ચે પેચ-અપ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુનીલ ગ્રોવરે કપિલ શર્માને લઈ કોઈ પણ વાત કરવાનો ઈનકાર કર્યો હતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રીષિ કપૂરની ટ્વિટ તથા સુનીલ-કપિલ વચ્ચે કેવી રીતે થયો હતો ઝઘડો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sunil grover said i am retired hurt and i do not play
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended