Home »TV »Latest Masala» British Model Sofia Hayat Says She Was Sexually Assaulted At Mecca

'બિગ બોસ'ની એક્સ કન્ટેસ્ટન્ટ બોલી-હજ દરમિયાન થયું સેક્સ્યુઅલ હેરસમેન્ટ

divyabhaskar.com | Apr 15, 2017, 18:10 PM IST

  • હજ દરમિયાન ફિયાન્સ Vlad Stanescu સાથે સોફિયા હયાત(જમણે)
મુંબઈઃબ્રિટિશ મોડલમાંથી ગાઈયા મધર બનેલી સોફિયા હયાત ફિયાન્સ Vlad Stanescu સાથે છેલ્લા ઘણા દિવસથી મક્કામાં છે. હજ પઢવા ગયેલી સોફિયાએ એક દર્દનાક અનુભવ વીડિયો દ્વારા શેર કર્યો છે. જેમાં તે જણાવે છે કે, ટોળા વચ્ચે તેને તેના ફિયાન્સથી અલગ પાડી દેવામાં આવી અને અજાણ્યા શખ્સો દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી.આ સમયે તેનો હિજાબ પણ દૂર થઈ ગયો હતો. આ વીડિયો તેણે પોતાના રૂમમાં સુરક્ષિત રીતે પહોંચ્યા બાદ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે સ્ત્રીઓનું સન્માન ના કરવા બદલ પુરૂષોની ખૂબ ટીકા કરી છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી લખ્યો ઘટનાક્રમ
પુરૂષે પાછળથી દબાવી

સોફિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે,''ઈસ્લામ સ્ત્રીઓનું સન્માન કરે છે. પુરૂષે પોતાની પત્ની સિવાય કોઈને સ્પર્શવું ના જોઈએ કે તેની સાથે હિંસા ના કરવી જોઈએ. આ કારણે જ હું ઈસ્લામને ચાહું છું. પરંતુ મક્કામાં આવો કોઈ નિયમ પળાતો નથી. પુરૂષો ત્યાં જઈને આ નિયમ ભુલી જાય છે. આજે મારી બીજી ઉમરા હતી, મેં જ્યારે બ્લેક સ્ટોનને ફરીવાર સ્પર્શવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને એક પુરૂષે પાછળથી દબાવી''.
 
કર્યું સેક્સ્યુઅલ હેરસમેન્ટ
તેણે આગળ લખ્યું કે,''એક માણસ પાછળથી મારી સાથે શારીરિક રીતે છેડતી(સેક્સ્યુઅલ એક્ટ) કરવા લાગ્યો હતો. પુરૂષો પાછળથી પોતાની તાકાત દ્વારા સ્ત્રીઓને રસ્તામાંથી દૂર કરતા હોવાથી સ્ત્રીઓની લાઈનનું કોઈ અસ્તિત્વ જ નહોતું. મેં બ્લેક સ્ટોનને સ્પર્શવા ફરી હાથ લંબાવ્યો, તો ફરીવાર મને પાછળથી દબાવવામાં આવી.  હું શ્વાસ લઈ શકું તેમ નહોતી. હું ડરી ગઈ અને પાછું વળીને જોયું તો પુરૂષ મને પાછળથી દબાવતો હતો અને મારો હિજાબ ઉતરી ગયો અને તે જે માણસ દબાવી રહ્યો હતો તેની વચ્ચે ફસાઈ ગયો. મને પાછળથી ખેંચવામાં આવી. મેં ચીસો પાડી, ત્યાર બાદ અચાનક જ કોઈ સારા પુરૂષોએ આ જોયું અને મને બચાવવા આવ્યા. ભગવાનના ઘરે હું ભાંગી પડી અને દુખી થઈ ગઈ. કુર્રાનમાં કહેવામાં આવેલા શબ્દોની પુરૂષોને કંઈ પડી નથી. ''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સોફિયા હયાતના અત્યાર સુધીના વિવાદો અને તેની સાથે સંકળાયેલી બીજી વાતો તથા છેલ્લી સ્લાઈડમાં વીડિયો
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: british model Sofia Hayat Says She Was Sexually Assaulted At Mecca
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended