Home »TV »Latest Masala» Monika Singh Bhadoriya Looked Glamours In Real Life

બાઘાની બાવરી ગાંધીનગરમાં મળી CM વિજય રૂપાણીને, Real lifeમાં હોય આ અંદાજ

divyabhaskar.com | Jun 16, 2017, 16:02 PM IST

અમદાવાદઃ 'તારક મહેતા...'ની બાવરી એટલે કે મોનિકા ભદોરિયા 16 જૂનના રોજ ગાંધીનગર સીએમ હાઉસ ખાતે વિજય રૂપાણીને મળી હતી. તેણે આ અંગેની તસવીર પણ શૅર કરી હતી. 

ચાહકોને કારણે સ્ટોરી બદલવી પડીઃ
- મોનિકાએ કહ્યું હતું કે સીરિયલમાં તેની અને બાઘાની સગાઈ થવાની નહોતી. જોકે, ઓડિયન્સના રિસ્પોન્સને કારણે સ્ટોરીમાં ફેરફાર કરવો પડ્યો હતો અને તેની સગાઈ બાઘા સાથે થઈ હતી. 

આ ડાયલોગ છે ફેમસઃ
- ગ્વાલિયરની મોનિકા લાંબા સમયથી ટીવી સીરિયલ્સમાં કામ કરી રહી છે. 
- 'તારક મહેતા..'માં મોનિકાનું પાત્ર તદ્દન અલગ છે અને તે બાવરીનો રોલ કરી રહી છે. બાવરીની એક્ટિંગ જોઈને કોઈને પણ હસવું આવી શકે તેમ છે. 
- સીરિયલમાં તે બાઘાની ગર્લફ્રેન્ડ છે. તે 'ગલતી સે મિસ્ટેક હોઈ ગઈ..' ડાયલોગ અનેકવાર બોલે છે અને ચાહકોમાં તેનો આ ડાયલોગ ફેવરિટ છે. 
 
પાંચ વર્ષ પહેલાં શરૂ થઈ કરિયરઃ
- મોડલિંગની દુનિયાથી મોનિકા ફિલ્મી પડદે આવી અને પછી અનેક સીરિયલ્સમાં તેને કામ કરવાની તક મળી હતી. 'સિંઘમ રિટર્ન્સ'માં જોવા મળી હતી. મોનિકાએ 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂ', 'સજદા તેરે પ્યાર મેં', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં પણ કામ કરેલું છે.
- મોનિકાએ પાંચ વર્ષ પહેલાં મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.
- 'તારક મહેતા...' અંગે કહ્યું હતું કે દર્શકોના ફિડબેકને કારણે તેનો રોલ બદલાયો અને તેની સગાઈ પણ કરી દેવામાં આવી.

રિયલમાં ગ્લેમરસઃ
- ટીવી પર જેટલી સીધી-સાદી દેખાતી બાવરી એટલે કે મોનિકા રિયલ લાઈફમાં ગ્લેમરસ છે.
- મોનિકા એવું પ્લેટફોર્મ બનાવવા માંગે છે કે જેનાથી નાના શહેરના આર્ટીસ્ટ પણ ફિલ્મી દુનિયામાં કરિયર બનાવી શકે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મોનિકા ભદોરિયાની ખાસ તસવીરો...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Monika Singh Bhadoriya looked glamours in real life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended