Home »TV »Latest Masala» Sasural Simar Ka Fame Avika Talks About Allged Relationship With Manish Raisinghan

કથિત BFને લઈ બોલી 'આનંદી', ''મારા પિતા કરતા થોડો જ નાનો છે મનિષ''

divyabhaskar.com | Apr 17, 2017, 15:27 PM IST

મુંબઈઃ 'બાલિકા વધુ'માં આનંદીનો રોલ કરી ઘરે ઘરે જાણીતી બનેલી અવિકા ગોર અને ટીવી એક્ટર મનિષ રાયસિંઘાણીના સંબંધોને લઈ વારંવાર સમાચારો આવતા રહે છે. આ બન્ને ટીવી એક્ટર જ્યારે 'સીરિયલ સસુરાલ સિમર કા'ના સેટ પર મળ્યા હતા ત્યારે અવિકાની ઉંમર 18 વર્ષ અને મનિષ 36 વર્ષનો હતો. બન્ને વચ્ચેની ઉંમરમાં 18 વર્ષનો તફાવત હોવાછતાં તેની ઓનસ્ક્રિન કેમિસ્ટ્રી ખૂબ શાનદાર હતી. અવિકા અને મનિષ હંમેશથી પોતાની રિલેશનશીપને લઈ ચાલતી અફવાનું ખંડન કરતા આવ્યા છે. તાજેતરમાં એક અગ્રણી અંગ્રેજી ટેબ્લોઈડને આપેલા ઈન્ટરવ્યુમાં મનિષે કહ્યું કે, તે અવિકાથી લગભગ 18 વર્ષ મોટો છે, જ્યારે બન્ને અંગે આ અફવા ઉડવા લાગી ત્યારે તેને આંચકો લાગ્યો હતો. જ્યારે અવિકાએ જણાવ્યું કે,''તે મારા પિતા કરતા થોડો જ નાનો છે, મેં ક્યારેય તેને ડેટ કર્યો નથી. '' ચીડિયો અને બીમાર થઈ ગયો હતો મનિષ
 
મનિષે કહ્યું''શરૂઆતમાં મારા પર આ ગોસિપની ખૂબ અસર થતી હતી અને મેં અવિકાથી એક અંતર જાળવ્યું હતું. હું તે સમયે સજાગ અને ચિડિયો થઈ ગયો હતો. તે અફવાઓ મને બીમાર કરી દીધો હતો. જોકે બાદમાં મને અહેસાસ થયો કે, જો હું સાચો છું તો, પછી તેની સાથે અલગ રીતે શા માટે વર્તન કરું?  ''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અવિકા અને મનિષે પોતાના કથિત પ્રેમ સંબંધોને લઈ કહેલી વાતો અંગે
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sasural simar ka fame avika talks about allged relationship with Manish Raisinghan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended