Home »TV »Latest Masala» Aamna Sharif Affair With Rajeev Khandelwal And Aftab Shivdasani

આ 2 એક્ટરને તરછોડી 'કશિશ'એ કર્યા'તા પ્રોડ્યુસર સાથે લગ્ન

divyabhaskar.com | Jul 16, 2017, 16:56 PM IST

  • ડાબેથી ઉપર આફતા સાથે, નીચે રાજીવ ખંડેલવાલ સાથે અને પતિ અમિત કપૂર સાથે આમના શરીફ
મુંબઈઃ ટીવી કશિશ નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ આમના શરીફ 16 જુલાઈના રોજ 35 વર્ષની થઈ ગઈ છે. આમનાએ વર્ષ 2002માં 'કહીં તો હોગા'થી કરિયર શરૂ કરી હતી. આ શોમાં કશિશનો રોલ કરનારી આમના ટીવી એક્ટર રાજીવ ખંડેલવાલ સાથે જોવા મળી હતી. શો શરૂ થતા જ આમના અને રાજીવના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ આ ઓન સ્ક્રીન કપલ અનેક ટીવી શોઝ અને ઈવેન્ટ્સમાં પણ સાથે સાથે જોવા મળવા લાગ્યું હતું. આ બોલિવૂડ એક્ટરને કારણે થયું બ્રેકઅપ
 
- આમ અને રાજીવનું અફેર 2003માં 'કહીં તો હોગા'ના સેટ પર શરૂ થયું હતું.
- બન્નેની લવ લાઈફ સારી ચાલી રહી હતી, પરંતુ આ રિલેશન લગભગ 3 વર્ષમાં શો પુરો થતા જ પુરું થઈ ગયું હતું.
- આ રિલેશનશિપ તૂટવાનું કારણ આમના બોલિવૂડ એક્ટર આફતાબ શિવદાસાની સાથેનું અફેર જવાબદાર હતું.
 - વર્ષ 2009માં 'આલુ ચાટ'ના શૂટિંગ દરમિયાન બન્ને નિકટ આવ્યા હતા.
- આ સમયે બન્નેનું અફેર શરૂ થઈ ગયું અને કહેવાતું હતું કે બન્નેએ લગ્નનું પ્લાનિંગ પણ કરી લીધું હતું.
- ત્યાર બાદ બન્નેએ બીજી ફિલ્મ 'આઓ વિશ કરે'માં સાથે કામ કર્યું હતું.
- આફતાબ અને આમનાના અફેરનો ખુલાસો રાજીવ ખંડેલવાલે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
- જોકે, 2010માં બન્નેનું બ્રેકઅપ થઇ ગયું.
- રાજીવ સાથે તેની પર્સનલ લાઈફની વાત થઈ રહી હતી, ત્યારે તેણે જણાવ્યું કે, હું અને આમના હવે સાથે નથી. અમે ત્રણ વર્ષ સાથે વિતાવ્યા પણ હવે સંબંધ પુરો થઈ ગયો છે.
- "હું તેની સાથે અમુક મહિનાથી ટચમાં નથી. હું અમુક મહિનાથી તેના સંપર્કમાં નથી અને તે ફિલ્મ્સમાં બિઝી છે. તેના ડેટિંગના સમાચાર આવે છે, પણ હું તેના અંગે કંઈ કહી શકું નહીં"
- રાજીવ બાદ આફતાબ સાથે પણ આમનાનો સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. બન્ને લગભગ 3 વર્ષથી રિલેશનશીપમાં રહ્યા બાદ 2008માં અલગ થઈ ગયા. ત્યાર બાદ આમનાએ ફિલ્મ પ્રોડ્યુસર અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા.
 
1 વર્ષના ડેટિંગ બાદ કર્યા લગ્ન
- આફતાબ સાથે બ્રેકઅપ બાદ આમનાની મુલાકા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડયુસર બનેલા અમિત કપૂર સાથે થયા.
- બન્નેએ લગભગ એક વર્ષ એકબીજાને ડેટ કર્યા. ત્યાર બાદ 27 ડિસેમ્બર 2013ના રોજ આ કપલે લગ્ન કરી લીધા.
- લગ્નનું રિસેપ્શન હોટલ તાજ લેન્ડમાં રાખવામાં આવ્યું. જેમાં ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સામેલ થયા હતા.
- બન્નેને એક દિકરો આરેન પણ છે. જેનો વર્ષ 2015ના ડિસેમ્બરમાં જન્મ થયો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં આમના શરીફના પતિ અમિત કપૂર સાથેના લગ્નના ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aamna sharif affair with rajeev khandelwal and aftab shivdasani
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended