Home »TV »Latest Masala» Know About Catfight Between Ruhanika-Aditi On Set Of Yeh Hai Mohabbatein

'ઈશિમા'ની સાવકી દીકરીએ 'પીહુ'ને કહી Dumb, રિયલ મોમે ધમકાવી અદિતીને

divyabhaskar.com | Apr 21, 2017, 13:00 PM IST

  • 'યે હૈ મહોબ્બતેં'માં દિવ્યાંકા અને રૂહાનિકા ધવન તથા અદિતી ભાટિયા
મુંબઈઃ દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સ્ટારર 'યે હૈ મહોબ્બતેં'માં બહેનનો રોલ કરી રહેલી રુહાનિકા ધવન અને અદિતી ભાટિયા વચ્ચે સ્ક્રિન પર ભલે પ્રેમ જોવા મળે પણ રિયલ લાઈફમાં એવું કંઈ નથી. આ શોમાં અદિતી રૂહી ઈશિતા(દિવ્યાંકા)ની સાવકી દીકરીનો અને રુહાનિકા તેની નાની બહેન પીહુનો રોલ કરી રહી છે. રિટેક્સ લેવા પડતા અકળાઈ અદિતી
 
અદિતિ અને રૂહાનિકાને એક સીન સાથે શૂટ કરવાનો હતો. પરંતુ બન્ને વચ્ચેના મતભેદનો લઈ શૂટિંગમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. આ શૂટ દરમિયાન રૂહાનિકાની હાઈટ વધારવા માટે તેને ઉભા રહેવા સ્ટૂલ આપવામાં આવ્યું હતું, આમ છતાં અનેક રિટેક્સ લેવા પડ્યા હતા. પરંતુ આ વાતથી અદિતી અકળાઈ રહી હોય તેમ લાગતું હતું. આ સીન જેવો પુરો થયો કે તે કો-સ્ટાર ક્રિષ્ના મુખર્જી પાસે ગઈ અને તેને આ અંગે ફરિયાદ કરી.
 
રૂહાનિકાને કહી ડમ્બ
 
સૂત્રોએ જણાવ્યું કે, તેનો ટાર્ગેટ 10 વર્ષથી પણ નાની એવી રૂહાનિકા હતી. તેણે અનેક રિટેક્સનો દોષનો ટોપલો રૂહાનિકા પર નાંખ્યો. ત્યાર બાદ તેણે રૂહાનિકાને મુર્ખ કહી ચાલી ગઈ.
 
રૂહાનિકાએ રિયલ મોમને કરી ફરિયાદ
 
જોકે કમનસીબે અદિતીની આ વાતચીત રૂહાનિકા સાંભળી ગઈ હતી. તે સીધી જ સેટ પર રહેલી તેની મોમ ડોલી ધવન પાસે ગઈ અને તેણે આ આખી ઘટના જણાવી.
 
રૂહાનિકાની મોમ ડોલીએ ખખડાવી અદિતીને
 
ત્યાર બાદ ડોલી પોતાની દીકરી સાથે થયેલી આ વ્યવહારને લઈ ક્રિષ્ના(મુખર્જી)પાસે ગઈ અને બાદમાં તે અદિતીની વેનિટી વાનમાં પહોંચી. સૂત્રોએ જણાવ્યું કે, જ્યાં રૂહાનિકાની મોમે અદિતી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ''તારી જેમ આ મારા કંઈ દાળ રોટી નથી. બાળકની ટીકા કરવાની તારી હિંમત કેમ થઈ? હું જાણું છું મારી દીકરી મારી સાથે ખોટું બોલે નહીં. ''. ડોલીની આ વાત સાંભળીને અદિતીને આંચકો લાગ્યો.
 
આપી ચેતવણી
 
ડોલીએ અદિતીને કહ્યું કે, જો તારામાં સુધારો આવશે નહીં તો તેનું પરિણામ ભોગવવું પડશે. આ દરમિયાન અદિતી ડોલીને એક શબ્દ પણ કહી શકી નહોતી.
 
આગળની સ્લાઈડ્સમાં રૂહાનિકા અને અદિતી ભાટિયા તથા દિવ્યાંકાના વધુ ફોટોઝ
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about catfight between ruhanika-aditi on set of Yeh Hai Mohabbatein
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended