Home »Regional Cinema» Bhojpuri Film Actress Namita Pandey Life Story

આ એક્ટ્રેસ પાસે કામને બદલે ડિરેક્ટર સાથે સૂવાની કરવામાં આવી હતી માંગણી

divyabhaskar.com | Apr 21, 2017, 09:54 AM IST

  • નમિતાએ અનેક ભોજપુરી ફિલ્મ્સમાં કામ કર્યું છે
પટનાઃ અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે ભોજપુરી એક્ટ્રેસ નમિતાએ પટનાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું હતું કે, 'ભોજપુરી ફિલ્મ્સમાં યુવતીઓનું કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. ગ્લેમર અને ઝાકઝમાળથી ભરેલી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રિની અનેક કાળી બાજુ છે. જેના વિશે ઘણી ઓછી વાતો સામે આવે છે. મારી એક ફ્રેન્ડને ડિરેક્ટર સાથે સૂવાનું કહેવામાં આવ્યું હતું. આથી તેણે પરેશાન થઇને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રિ છોડી હતી.ઉપરાંત મને પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું કહેવાયું હતું.' નમિતાએ divyabhaskar.com સાથે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં થતાં યુવતીઓના શોષણ તેમજ તેના કરિયર  અંગે વાત કરી હતી.
 
કોમ્પ્રોમાઇઝની ના પાડતા છોડવી પડી પાંચ ફિલ્મ્સ
-નમિતાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રિમાં અનેક એવા લોકો છે જેઓ કોમ્પ્રોમાઇઝ કરવાના બદલામાં કામ અને ફેમ આપવાની લાલચ આપે છે.
-આવા લોકો તમને એવું કહે છે કે અમારી વાત માનશો તો સફળતાના શિખર પર પહોંચી જશો અને તમને અનેક ફિલ્મ્સ મળશે.
-એક તો નવી યુવતીઓને ફિલ્મ ઝડપથી મળતી નથી અને જ્યારે મળે છે ત્યારે કોમ્પ્રોમાઇઝની માગણી કરવામાં આવે છે.
-કોમ્પ્રોમાઇઝ માટે પણ અનેક સ્ટેપ હોય છે. પહેલા ડિરેક્ટર, પ્રોડ્યુસર અને પછી અનેક લોકો સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે.
-આવી પરિસ્થિતિમાં ખૂબ પરેશાની થાય છે. જેમને આ શરત મંજૂર હોય છે તેમને સરળતાથી કામ મળી જાય છે.
 
મારી ફ્રેન્ડે છોડી ઇન્ડસ્ટ્રિ
-નમિતાએ જણાવ્યું કે મારી એક ફ્રેન્ડને એક્ટિંગનો શોખ હતો. તે એક આલ્બમના શૂટિંગ માટે ગઇ હતી.
-આ આલ્બમ ભોજપુરીના ફેમસ સિંગર અને એક્ટરનો આલ્બમ હતો. જેનું શૂટિંગ હોટલમાં થવાનું હતું. મારી ફ્રેન્ડને હોટલમાં બોલાવવામાં આવી અને તે ફેમસ સિંગરના સ્ટાફે તેને એવું કહ્યું હતું કે જો તમારે આલ્બમમાં કામ કરવું હોય તો સરની સાથે રાત પસાર કરવી પડશે.
-તે સમયે મારી ફ્રેન્ડ હોટલમાંથી ભાગી હતી અને આ અનુભવ પછી તેણે આ ઇન્ડસ્ટ્રિને અલવિદા કહ્યું હતું.
 
મોડલિંગ અને થિયેટર કરતી હતી નમિતા
-નમિતા યુપીના વારાણસીની રહેવાસી છે. હવે તે મુંબઇમાં જ રહે છે.
-નમિતા ફિલ્મમાં આવતા પહેલા મોડલિંગ અને થિયેટર કરતી હતી
-તેની ફિલ્મ 'દારોગા બબુની' 21 એપ્રિલે રીલિઝ થઇ રહી છે. પોતાના ફિલ્મ પ્રમોશન માટે પટના આવેલી નમિતાએ જણાવ્યું હતું કે હું માત્ર ઇન્ડસ્ટ્રિના સારા લોકો સાથે જ કામ કરી રહી છું. મને ખુશી છે કે ફિલ્મ 'દારોગા બબુની'માં આ રીતની સ્થિતિનો સામનો કરવો ના પડ્યો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ એક્ટ્રેસ નમિતા પાંડેના અન્ય Photos...
(Regional Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhojpuri Film Actress Namita Pandey Life Story
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended