Home »Regional Cinema» Nagarjuna Daughter In Law Says I Will Prefer Sex Over Food

નાગાર્જુનની પુત્રવધુ બોલી-ખાવા કરતા સેક્સને કરીશ પસંદ

divyabhaskar.com | Jul 17, 2017, 10:29 AM IST

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની ભાવિ પુત્ર વધુ સામંથા રૂથ પ્રભુએ તાજેતરમાં ફેશન મેગેઝિન 'JFW' માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. જોકે સામંથા તેના ફોટોશૂટ કરતા બોલ્ડ સ્ટેટમેન્ટને લઈ ચર્ચામાં રહી હતી. તેણે આપેલા એક ઈન્ટરવ્યુમાં સામંથાને ફૂડ અને સેક્સમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવતા તેણીએ બિનધાસ્ત રીતે કહ્યું કે,હું સેક્સને પસંદ કરીશ. માત્ર એટલું જ નહીં, તેણીએ એમ પણ કહ્યું કે તે કોઈપણ દિવસે ભૂખી રહેવા માટે પણ તૈયાર છે. નોંધનીય છે કે, સામંથા ઓક્ટોબરમાં નાગાર્જુનના દિકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કરશે. સામંથા અને નાગા ચૈતન્ય કરશે 40 દિવસ સુધી હનિમૂન
 
ન્યૂયોર્કમાં વિતાવશે સમય
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સમાંથા તથા નાગા ચૈતન્ય બંનેને ટ્રાવેલિંગ પસંદ છે અને લગ્ન બાદ દુનિયાભરમાં ફરવા માંગે છે. બંને વધુમાં વધુ સમય ન્યૂયોર્કમાં પસાર કરવાના છે. અહીંયા જ સમાંથાની ડેબ્યૂ ફિલ્મ 'યે માયા ચેસાવેલ'(2010)નું શૂટિંગ પણ થશે. હનિમૂનથી પરત ફર્યા બાદ સમાંથા ડિરેક્ટર શિવકાર્તિકેયનની એક ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે. આ વર્ષે સમાંથા 'રાજુ ગરી ગઢી 2'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં સમાંથાના સસરા નાગાર્જુન પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મ 2015માં આવેલી સિક્વલ છે.
 
આગળની સ્લાઈડ્સમાં કંગનાથી લઈ શાહિદ અને દીપિકા પાદુકોણે સેક્સને લઈને આપેલા બોલિવૂડ સ્ટેટમેન્ટ અંગે વાંચો
(Regional Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nagarjuna Daughter In Law Says I Will Prefer Sex Over Food
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended