Home »Regional Cinema» Check Out This Tv Actor Become The Voice Of Baahubali

'બાહુબલી'ના દમદાર અવાજ પાછળ છે આ TV Actor, આજ સુધી નથી મળ્યો પ્રભાસને

divyabhaskar.com | Mar 20, 2017, 00:05 AM IST

  • પ્રભાસ
મુંબઈઃ 'બાહુબલી 2'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ટ્રેલરને 24 કલાકની અંદર જ 50 મિલિયન લોકોએ યૂ-ટ્યૂબ પર જોયું હતું. ટ્રેલરમાં 'બાહુબલી' બનતો પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના, સથ્યરાજ સહિતના કલાકારો ટ્રેલરમાં દમદાર રોલમાં જોવા મળે છે. જોકે, આ જ સુધી એક વાત કોઈના ધ્યાનમાં આવી નહોતી કે 'બાહુબલી'ને હિંદીમાં ડબ કરવામાં આવી તો પ્રભાસનો અવાજ કોણે ડબ કર્યો છે. પ્રભાસનો અવાજ ટીવીના જાણીતા અભિનેતા શરદ કેલકરે ડબ કર્યો છે.

આમ થઈ રાજામૌલી સાથે મુલાકાતઃ
શરદ કેલકરે કહ્યું હતું કે જ્યારે 'બાહુબલી' આવી હતી ત્યારે એસએસ રાજામૌલીને હિંદી બેલ્ટ માટે એક એવા ડબિંગ આર્ટીસ્ટની જરૂર હતી, જે માત્ર ડબિંગ જ નહીં પરંતુ એક્ટિંગ પણ કરતો હોય. રાજામૌલીને ટ્રાન્સલેશન કરે તેવા વ્યક્તિની જરૂર નહોતી. શરદ તથા રાજામૌલીના એક કોમન ફ્રેન્ડે બંનેની મુલાકાત કરાવી હતી. આ સમયે શરદ એક સાઉથ ફિલ્મ પણ કરવાનો હતો. 

હતો નર્વસઃ
શરદ કેલકરે કહ્યું હતું કે તેણે ઓડિયો ટેસ્ટ આપ્યો અને રાજામૌલીને તે ગમી ગયો હતો. જ્યારે તે પહેલી જ વાર ફિલ્મના ડબિંગ માટે સ્ટુડિયો ગયો ત્યારે તે ઘણો જ ડરેલો હતો. તે નર્વસ પણ થઈ ગયો હતો. કારણ કે રાજામૌલી ભાગ્યે જ વાત કરે છે. તમને ખ્યાલ જ ના આવે કે તેમને કામ ગમ્યું કે નહીં. જોકે, બીજીવાર તેણે એકદમ સહજતાથી કામ કર્યું હતું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, શરદ ક્યારેય નથી મળ્યો પ્રભાસને...)
(Regional Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out this tv actor become the voice of baahubali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended