Home »Hollywood» Pirates Of The Caribbean Dead Men Tell No Tales World Premiere

‘પાયરેટ્સ...’ના 'જેક સ્પેરો' સહિતના સ્ટાર્સનો જલવો, રેડ કાર્પેટ પર આવો હતો માહોલ

divyabhaskar.com | May 16, 2017, 12:30 PM IST

  • 'પાયરેટ્સ ઓફ કેરેબિયન'ના પ્રીમિયરમાં રેડ કાર્પેટ પર જ્હોની ડેપ
શાંઘાઇઃ જ્હોની ડેપની 'પાયરેટ્સ ઓફ કેરેબિયન' સીરિઝની અપકમિંગ ફિલ્મ pirates of the caribbean: dead men tell no talesનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું. આ દરમિયાન ડિઝનીલેન્ડમાં ભવ્ય રંગારંગ માહોલ જોવા મળ્યો હતો.  ફેન્સ પોતાના ચહિતા સ્ટાર્સ જ્હોની ડેપ, ઓર્લેન્ડો બ્લૂમ, બ્રેન્ટન થ્વૈઇટ્સ, જ્યોફ્રી રશ અને જેવિયર બાર્ડેમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતાં.
 
જ્હોનીએ ફેન્સ સાથે લીધી સેલ્ફી
જ્હોની ડેપ રેડ કાર્પેટ પર જ્યારે આવ્યો ત્યારે ફેન્સે તેને ચીયરઅપ કર્યું હતું. જ્હોનીએ પોતાના ફેન્સને જરાપણ નિરાશ કર્યા નહોતા. આશરે એક કલાક જેટલો સમય જ્હોનીએ રેડ કાર્પેટ પર પસાર કર્યો હતો. જેમાં તે મોટાભાગના ફેન્સને મળ્યો હતો અને ઓટોગ્રાફ પણ આપ્યા હતાં. આ સાથે જ જ્હોનીએ સેલ્ફી પણ પડાવી હતી. કેટલાક ફેન્સ 'કેપ્ટન જેક સ્પેરો' બનીને આવ્યા હતાં તો જ્હોની જ્યારે રેડ કાર્પેટ પરથી જઇ રહ્યો હતો ત્યારે ડાયહાર્ડ ફેન્સની આંખમાં આંસુ પણ જોવા મળ્યા હતાં.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ પ્રીમિયરના અન્ય Photos....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pirates of The Caribbean Dead Men Tell No Tales World Premiere
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended