Home »Hollywood» When Sylvester Stallone Selling His Dog To Buy Food

અબજોમાં આળોટતા આ એક્ટરે જમવા માટે વેચ્યો'તો પાલતૂ કૂતરો, આટલી છે Property

divyabhaskar.com | Jul 07, 2017, 11:52 AM IST

  • સિલ્વેસ્ટર સ્ટેલોન 'રોકી' અને 'રેમ્બો'થી ફેમસ છે, પાલતૂ કૂતરા સાથે સ્ટેલોન
મુંબઇઃ 'રોકી' અને 'રેમ્બો' જેવી સુપરહિટ એક્શન ફિલ્મ આપનાર સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોને લાઇફમાં ખૂબ ખરાબ દિવસો જોયા છે. કરિયરના શરૂઆતના દિવસોમાં સિલ્વેસ્ટરે ખૂબ સ્ટ્રગલ કરી હતી. ત્યાં સુધી કે તેની પાસે ઘરનું ભાડુ આપવા માટે પણ રૂપિયા નહોતા. જેના કારણે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્રણ રાત તેણે ન્યૂયોર્કના બસ સ્ટેન્ડ પર જ પસાર કરી હતી. તેની પાસે જમવાના પણ રૂપિયા નહોતા. મજબૂરીમાં તેણે પોતાના પાલતુ કૂતરા 'BUTKUS'ને 40 ડોલર (2500 રૂપિયા)માં વેચવો પડ્યો હતો. જોકે, આજે તેની પાસે 400 મિલિયન ડોલર (2594) કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.
 
આ કારણે સિલ્વેસ્ટરે વેચ્યો પોતાનો કુતરો
-કદાચ એ દિવસ સિલ્વેસ્ટરની લાઇફનો સૌથી ખરાબ દિવસ હતો. તેની પાસે જમવાના રૂપિયા પણ નહોતા કે પોતાના કુતરાને ખવડાવવા માટે પૈસા પણ નહોતા. આથી તેણે બહારના એક વ્યક્તિને પોતાનો કુતરો વેચી નાખ્યો હતો. આ પછી તે રડતો રડતો પરત આવ્યો હતો.
-એવું કહેવાય છે કે તે દિવસો દરમિયાન સિલ્વેસ્ટર એટલો પરેશાન રહેતો હતો કે તેણે પત્નીના ઘરેણા પણ ચોર્યા હતાં. તે ઇચ્છતો હતો કે તેને વેચીને બિઝનેસ શરૂ કરશે પરંતુ તેનું આ સપનું ખૂબ મોંઘુ સાબિત થયું હતું.
 
આગળની સ્લાઇડ્સ પર જુઓ,રેસલિંગ મેચ પછી બદલાયું સ્ટેલોનનું ભવિષ્ય...
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: When Sylvester Stallone Selling His Dog To Buy Food
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended