Home »Hollywood» Gagnam Style Song Become Second Most Viewed Video Song

આ Songએ લાખ-કરોડમાં નહીં અબજોમાં કરી કમાણી, જાણીને લાગશે નવાઈ

divyabhaskar.com | Jul 13, 2017, 17:02 PM IST

મુંબઈઃ અમેરિકન રૅપર તથા સિંગર જોડી વિજ ખલીફા તથા ચાર્લી પથનું ગીત 'સી યુ અગેઈન' હવે વિશ્વમાં સૌથી વધુ જોવાવાળું વીડિયો સોંગ બની ગયું છે. આ ગીતે 'ગંગનમ' સોંગને પાછળ મૂકી ને એક અબજથી પણ વધુ કમાણી કરી છે. 

પાંચ વર્ષ પહેલાં આવ્યું હતું 'ગંગનમ':
15 જુલાઈ, 2012 ના રોજ યુ ટ્યુબ પર 'ગંગનમ સ્ટાઈલ' અપલોડ કરવામાં આવ્યું હતું. આ સોંગ સાઉથ કોરિયન સિંગર તથા પર્ફોમર સાઈએ ગાયું છે. પાંચ વર્ષ સુધી આ સોંગ નંબર 1 વર રહ્યું હતું. જોકે, 2015માં છ એપ્રિલના રોજ વિજ ખલીફા તતા ચાર્લીએ પોતાનું સોંગ 'સી યુ અગેઈન' અપલોડ કર્યું હતું. આ ગીતને બે અબજ, 90 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. 

ટ્રિબ્યૂટ આપીઃ
વિજ તથા ચાર્લીએ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 7' માટે આ સોંગ લખ્યું હતું. આ ગીત ફિલ્મના કલાકાર પોલ વોકર માટે લખવામાં આવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ સમયે 2013માં પોલ વોકરનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેમને ટ્રિબ્યૂટ આપવા માટે આ સોંગ બનાવવામાં આવ્યું હતું. 

જોઈતા હતાં માત્ર 10 હજાર વ્યૂઃ
ચાર્લીએ આ સોંગ માત્ર 10 હજાર વ્યૂ માટે અપલોડ કર્યું હતું. જોકે, પછીથી આ ગીત પ્રાર્થનાસભામાં સૌથી વધુ લોકપ્રિય થઈ ગયું હતું. યૂ ટ્યૂબ કિંગ મનાતા આ સોંગે અત્યાર સુધીમાં એક અબજ, 87 કરોડ તથા 18 લાખ રૂપિયાની કમાણી કરી છે. 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gagnam style song become second most viewed video song
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended