Home »Hollywood» Baywatch Girl Priyanka Chopra Promote Her Film In Talk Show

કો-સ્ટાર્સના પ્રાઇવેટ પાર્ટ વિશે પ્રિયંકાને પૂછાયો સવાલ, મૂકાઇ Awkward સ્થિતિમાં

divyabhaskar.com | May 17, 2017, 17:37 PM IST

  • ડ્વેન જ્હોનસન અને ઝેક અફ્રોન, 'બેવોચ'ના એક સીનમાં પ્રિયંકા ચોપરા
લોસ એન્જલસઃ પ્રિયંકા ચોપરાની અપકમિંગ ફિલ્મ 'બેવોચ' ટૂંક સમયમાં જ રીલિઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે તે ભારત પણ આવી હતી. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા એન્ડી કોહેનના અમેરિકન ટોક શો 'વોચ વોટ હેપન્સ લાઇવ'માં ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી.આ શોના હોસ્ટ એન્ડી કોહેને તેને અનેક એવા સવાલ પૂછ્યા હતા જેમાંથી એક સવાલનો જવાબ આપવામાં તે ઓડિયન્સ સામે ઓકવર્ડ સ્થિતિમાં મૂકાઇ હતી.
 
એન્ડી કોહેનના ટોક શોમાં કર્યું પ્રમોશન
-પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે એક્ટ્રેસ એમી સાથે એન્ડી કોહેનના ટોક શોમાં આવી હતી.
-ટોક શોના હોસ્ટ એન્ડીએ રેપિડ ફાયર રાઉન્ડમાં તેને ઝેક એફ્રોન અને ડ્વેન જ્હોનસન આ બન્ને 'બેવોચ'ના કો સ્ટાર્સમાંથી એકને પસંદ કરવાનું કહ્યું હતું. આ જ પ્રકારનો એક વિચિત્ર સવાલ પૂછીને પ્રિયંકાને ઓકવર્ડ સ્થિતિમાં મૂકી હતી.
-એન્ડીએ તેને એક સવાલ કરતા એ પણ પૂછ્યું હતું કે ઝેક અને ડ્વેન જ્હોનસનમાંથી કોનો પ્રાઇવેર્ટ પાર્ટ મોટો છે ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે આ મારો સવાલ નથી અને આ જવાબને ટાળ્યો હતો.
-આ ઉપરાંત તેને એ પણ પૂછવામાં આવ્યું હતું કે આ બન્નેમાંથી કોણ વધારે ફ્લર્ટ કરે છે. તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે બન્ને ફ્લર્ટ કરે છે. પ્રિયંકાએ આ શોમાં ખૂબ ધમાલ મસ્તી કરી હતી.
 
આ પહેલા મિયામીમાં જોવા મળી હતી પ્રિયંકા
આ પહેલા પ્રિયંકા ચોપરા મિયામીમાં જોવા મળી હતી. અહીં તે પોતાની પહેલી હોલિવૂડ ફિલ્મ 'બેવોચ'ના પ્રીમિયરમાં હાજરી આપવા આવી હતી.પ્રિયંકા પ્રીમિયર પહેલાં બીચ પર બિકીનીમાં જોવા મળી હતી. આ પછી તે ફિલ્મ પ્રમોશન માટે ન્યૂયોર્ક પરત આવી હતી.
 
ફિલ્મમાં બની છે વિલન
90ના દાયકાની હિટ ટીવી સીરિઝ 'બેવોચ' પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા વિલન વિક્ટોરિયાનો રોલ પ્લે કરી રહી છે. તે ડ્રગ્સનું સ્મગલિંગ કરતી હોય છે. આ ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં ડ્વેન જ્હોનસન અને જેક અફ્રોન પણ જોવા મળશે. આ ફિલ્મ ભારતમાં 2 જૂનના રોજ રીલિઝ થશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ પ્રિયંકા ચોપરાના અનેબેવોચની સ્ટારકાસ્ટના અન્યPhotos......
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Baywatch girl Priyanka Chopra promote her film in talk show
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended