Home »Hollywood» Priyanka Chopra Begins Shooting For Film Isnt It Romantic With Adam Devine

પ્રિયંકાને અચાનક જ આ શખ્સે કસોકસ જકડી લેતા થઈ આવી હાલત

divyabhaskar.com | Jul 13, 2017, 10:52 AM IST

  • 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક'ના સેટ પર પ્રિયંકા અને એક્ટર એડમ ડિવાઈન
મુંબઈઃતાજેતરમાં જ પ્રિયંકા ચોપરાની કેટલાક નવા ફોટોઝ સામે આવ્યા છે. જેમાં અજાણ્યા શખ્સ તેને જકડી રાખી છે, તો પ્રિયંકા તેનાથી છૂટવાનો પ્રયાસ કરી રહી છે. જોવામાં સસ્પેન્સ સર્જી રહેલી આ ફોટોઝ પ્રિયંકાની આગામી હોલિવૂડ ફિલ્મ 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક'ના સેટ પરના છે. જેમાં તે એક યોગા એમ્બેસેડર ઈસાબેલાનો રોલ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ ન્યૂયોર્કમાં શરૂ થઈ ગયું છે. આ ફોટો પણ ત્યાંના જ છે. આવી છે ફિલ્મની સ્ટોરી

- આ ફિલ્મ ન્યૂયોર્ક શહેરની એક આર્કિટેક્ટ નટાલીની લાઈફ પર આધારિત છે. જે પોતાની ઓળખ બનાવવા માટે ઝઝુમી રહી છે.
- સૂત્રો મુજબ, આ શૂટિંગના ફોટોઝની સ્ટોરી એવી છે કે, તેમાં પીસી પોતાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરે છે. આ સમયે એડમ ડિવાઈન તેને બચાવવા માટે પ્રયાસો કરે છે.
- ફિલ્મનો આ પહેલો સીન ન્યૂયોર્કમાં જ ફિલ્માવવામાં આવ્યા છે. તેમાં પ્રિયંકા સિવાય રેબલ વિલ્સન, લિઆમ હેમ્સવર્થ અને એડમ ડિવાઈન લીડ રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ વર્ષ 2019માં વેલેન્ટાઈન ડે પર રીલિઝ થશે.

સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી પ્રિયંકા
- શૂટિંગ દરમિયાન પ્રિયંકાએ પિંક કલરનો વી નેક ડ્રેસ પહેર્યો છે. જેમાં તે બેહદ બોલ્ડ એન્ડ સ્ટાઈલિશ જોવા મળી રહી છે.
- પ્રિયંકા હવે અમેરિકન શો 'ક્વાન્ટિકો'ની ત્રીજી સીઝનની તૈયારીઓ કરી રહી છે. આ પહેલા 'ક્વાન્ટિકો'ની બે સીઝન થઈ ચૂકી છે.
- ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રિયંકાની પહેલી હોલિવૂડ ફિલ્મ 'બેવોચ' રીલિઝ થઈ હતી. જોકે ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી.
 
આગળની સ્લાઈડ્સમાં 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક'ના સેટ પરના પ્રિયંકા ચોપરાના વધુ ફોટોઝ
 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: priyanka chopra begins shooting for film Isnt it romantic with adam devine
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended