Home »Hollywood» Americal Actress Mischa Barton Legal Action Against Boyfriend

પ્રેમી બન્યો દગાખોર! એક્ટ્રેસના BFએ જ Intimate વીડિયો વેચ્યો પોર્ન સાઈટને

divyabhaskar.com | Mar 17, 2017, 15:59 PM IST

  • મીશા બાર્ટન
લોસ એન્જલસઃ હોલિવૂડ એક્ટ્રેસ મીશા બાર્ટન હાલ પોતાની લાઇફના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. મીશાએ તાજેતરમાં જ પોતાના એક્સ બોયફ્રેન્ડ વિશે શોકિંગ ખુલાસો કર્યો છે. તેના મતે એક્સ બોયફ્રેન્ડે તેની અંગત પળોનો વીડિયો બનાવીને પોર્ન સાઇટને વેચ્યો છે. એવી પણ ચર્ચા છે કે ઓનલાઇન પોર્ન કંપનીઓએ આ વીડિયોની બોલી લગાવવાની પણ શરૂ કરી છે. જોકે મીશા હવે તેની વિરૂદ્ધ લીગલ એક્શન લેવા જઇ રહી છે.
 
મેં તેની પર ભરોસો કર્યો અને....
-હોલિવૂડના વીડિયો બ્રોકર કેવિન બ્લેટે જણાવ્યું હતું કે, 'મારી પાસે એક વ્યક્તિ વીડિયો લઇને આવ્યો હતો. હાલ આ વીડિયો ઝડપથી સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે.'
-નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ન્યૂઝ આવ્યા હતાં કે મીશા બાર્ટનની સેક્સ ટેપ પોર્ન સાઇટ પર છે. આ પછી મીશાએ પોતાના વકીલ લીઝા બ્લૂમ સાથે આ અંગે મીડિયામાં ચર્ચા કરી હતી.
-એક લિડિંગ ન્યૂઝ એજન્સીના મતે, મીશાએ જણાવ્યું કે,'આ મારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યો સમય છે. મને જ્યારે જાણ થઇ કે મેં જેને પ્રેમ અને ભરોસો કર્યો. તેણે જ મારી સાથે વિતાવેલી અંગત પળોનું છૂપા કેમેરાથી શૂટિંગ કર્યું. સૌથી વધારે દુખની વાત તો એ છે કે તે આ વીડિયો વેચવાની અને જાહેર કરવાની કોશિશ કરી રહ્યો છે.'
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,એક્ટ્રેસ મીશા બાર્ટનના અન્ય Photos...
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Americal actress Mischa Barton Legal Action Against Boyfriend
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended