Home »Hollywood» Linda Lovelace 15th Death Anniversary

પોર્ન સ્ટારના પતિએ કરાવ્યો'તો ગેંગરેપ, બંદૂકની અણીએ શૂટ કર્યા'તાં સીન્સ

divyabhaskar.com | Apr 22, 2017, 15:21 PM IST

લોસ એન્જલ્સઃ પોર્ન સ્ટાર લિંડા સુઝન બોરમૈન એટલે કે લિંડા લવલેસની 22 એપ્રિલના રોજ ડેથ એનિવર્સરી છે. લિંડા પોતાના સમયમાં એટલી લોકપ્રિય થઈ હતી કે જાણીતા ગણિતજ્ઞ અદા લવલેસનું નામ પણ લિંડા લવલેસ સાથે જોડી દેવામાં આવ્યું હતું. લિંડા લવલેસ દુનિયાની પહેલી પોર્ન સ્ટાર છે, જેની પ્રસિદ્ધિ આજે દાયકાઓ બાદ પણ એટલી જ છે. લિંડા એમ પણ ઈચ્છતી હતી કે દુનિયાની કોઈ યુવતી પોર્ન સ્ટાર ના બને. લિંડાનું જીવન ઘણું જ દર્દનાક છે, તેના પતિએ તેની પર ગેંગરેપ કરાવ્યો હતો અને બંદૂકની અણીએ પોર્ન ફિલ્મમાં કામ કરવા મજબૂર કરી હતી.

આ ફિલ્મથી થઈ પોપ્યુલરઃ
1972માં આવેલી પોર્ન ફિલ્મ 'ડિપ થ્રોટ'થી લિંડા આખી દુનિયામાં લોકપ્રિય થઈ હતી. ફિલ્મમાં લિંડા એકદમ ફ્રેશ ફેસ હતી, 5 ફૂટ 8 ઈંચ લાંબી, બ્રનેટ શૅડ એટલે કે આછા ભૂરા વાળ તથા મોટી-મોટી આંખો. આ ફિલ્મ સુપરહિટ ગઈ હતી. ન્યૂયોર્ક ટાઈમ્સે એક એડલ્ટ મૂવીનો રિવ્યૂ કર્યો હતો. તે સમયે પુસી કેટ થિયેટરમાં દિવસમાં 10-10 શો ચલાવવામાં આવ્યા હતાં. લિંડાનો પતિ પોતાની પત્નીને લઈ 'ડિપ થ્રોટ' નામની એડલ્ટ મૂવી બનાવે છે અને પછી લિંડા આખી દુનિયામાં ફેમસ થઈ જાય છે. 

માત્ર ત્રીસ હજાર ડોલરમાં બની ફિલ્મઃ
આ ફિલ્મ ફ્લોરિડાના એક હોટલ રૂમમાં શૂટ કરવામાં આવી હતી. 61 મિનિટની આ ફિલ્મ માત્ર 30 હજાર અમેરિકન ડોલરમા બની ગઈ હતી. આ ફિલ્મને લઈ દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મે 600 મિલિયન ડોલર(આજના સમયના ચાર હજાર કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. જોકે, લિંડાને આ ફિલ્મ માટે 1250 ડોલર(આજના સમયના 70 હજાર) જ મળ્યાં હતાં અને તે પૈસા પણ તેના પતિએ રાખી લીધા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, લિંડાને બનવું હતું નન ને બની ગઈ પોર્ન સ્ટાર....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Linda Lovelace 15th death anniversary
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended