Home »Hollywood» Today Is Charlie Chaplin Birthdya, Know About His Life

મા પાગલ હોવાને કારણે આશ્રમમાં રહ્યો'તો આ સ્ટાર, ગુમ થઈ'તી ડેડબોડી

divyabhaskar.com | Apr 16, 2017, 16:39 PM IST

લોસ એન્જલ્સઃ 16 એપ્રિલ, 1889ના દિવસે વિશ્વ સિનેમાના સૌથી મોટા કોમેડીયન અને મહાનાયક ચાર્લી ચેપ્લિનનો જન્મ થયો હતો. તેઓ એવા કલાકાર હતા કે ઉદાસી, દુઃખ અને હતાશા જેવી લાગણીઓને પણ હાસ્યના આવરણમાં લપેટીને રજુ કરતાં હતાં. ભારતના મહાન કલાકાર રાજ કપૂરની એક્ટિંગ પણ ચાર્લી ચેપ્લિનથી પ્રભાવિત હતી એમ માનવામાં આવતું હતું. 1921થી 1967 સુધી ચાલેલી પાંચ દાયકાની લાંબી ફિલ્મી કરિયરમાં ચાર્લી ચેપ્લિનની સૌથી વધારે ચર્ચાસ્પદ ફિલ્મો હતી ‘ધ કિડ’, ‘અ વુમન ઇન પેરિસ’,  ‘ધ ગોલ્ડ રશ’, ‘ધ સર્કસ’, ‘સિટી લાઇટ્સ’, ‘મોડર્ન ટાઇમ્સ’, ‘ધ ગ્રેટ ડિક્ટેટર’, ‘લાઇમલાઇટ’ અને ‘અ કિંગ ઇન ન્યૂયોર્ક’.

ગરીબીમાં પસાર થયું હતું નાનપણઃ
ચાર્લી ચેપ્લિનનો જન્મ 16 એપ્રિલ, 1889ના દિવસે ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમનું બાળપણ ગરીબી અને અભાવોમાં પસાર થયું હતું અને નવ વર્ષની ઉંમરે તેમને બે વાર વર્કહાઉસમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ચાર્લીની માતા સ્ટેજ પરફોર્મર હતી પણ તેમનું માનસિક સ્વાસ્થ્ય ઠીક ન રહેતું હોવાના કારણે પાગલખાનામાં મોકલી દેવામાં આવ્યા હતા.

ચોરાઈ ગઈ હતી ડેડબોડીઃ
ચાર્લી ચેપ્લિનને દફન કર્યાંના ત્રણ મહિના બાદ ચોરોએ કબરમાંથી ડેડબોડી ચોરી લીધી હતી. ચોરોએ ચાર્લીના પરિવાર પાસેથી પૈસા વસૂલ કરવા માટે આમ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કેવી રીતે ફિલ્મ્સમાં થઈ હતી ચાર્લીની એન્ટ્રી....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: today is charlie chaplin birthdya, know about his life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended