Home »Hollywood» Katy Perry Trolled After Post A Goddess Of Kali Photo

US સિંગરે મહાકાળીનો ફોટો કર્યો પોસ્ટ, યુઝર્સે કહ્યું- દેવીઓનું અપમાન ન કરે

divyabhaskar.com | Apr 20, 2017, 11:13 AM IST

  • કેટી પેરીએ ભારતમાં આવીને 2010માં રસેલ બ્રાન્ડ સાથે હિંદુ રીત-રિવાજ પ્રમાણે રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં
લોસ એન્જલ્સઃ અમેરિકન પોપ સ્ટાર કેટી પેરીએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં મહાકાળી માનો ફોટો પોસ્ટ કરતાં ભારતીય યુઝર્સના નિશાને આવી ગઈ છે. કેટીએ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું કે કરન્ટ મૂડ. મહાકાળી માની ખરાબ શક્તિઓના વિનાશક તરીકે પૂજા કરવામાં આવે છે. કેટીને કેપ્શન તથા ફોટોને લઈ ટ્રોલ કરવામાં આવે છે. એક યુઝર્સે કહ્યું હતું કે ભારતીય દેવીઓનું અપમાન ના કરવુ...આને મૂડ ના કહી શકાય...કંઈક તો વેલ્યુ રાખો...ફોટો ડિલીટ કરી દે...

અઢી લાખથી વધુ લાઈક્સઃ

- અન્ય એક યુઝરે લખ્યું છ કે પોતાનો મૂડ બતાવવા માટે કોઈ પણ ધાર્મિક તસવીરનો ઉપયોગ કરવો યોગ્ય નથી. 
- બીજા યુઝરે કહ્યું છે કે હિંદુ કમ્યુનિટી માટે આ વાંધાજનક છે કારણ કે આ ફોટો પાછળનો અર્થ તથા દેવીનું પ્રતિક અલગ છે. ખબર નથી તારે શુ કહેવુ છે પરંતુ આ શક્તિ તથા સાહસનું પ્રતિક છે. 
- કેટી પેરીની આ પોસ્ટને અઢી લાખથી વધુ લાઈક્સ મળ્યાં છે. કેટી પેરીએ ભારતમાં આવીને 2010માં રસેલ બ્રાન્ડ સાથે હિંદુ રીત-રિવાજ પ્રમાણે રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં. જોકે, હવે આ બંને સાથે નથી.

કેટીને મળ્યું સમર્થનઃ

- કેટલીક હિંદુ કમ્યુનિટીએ કેટી પેરીનું સમર્થન કર્યું. ઘણાં યુઝર્સને આ પોસ્ટને ગંભીરતાથી ના લેવાની સલાહ આપી છે. એક ફૅન લખ્યું હતું કે મેમ પ્લીઝ આ નફરત પર ધ્યાન ના આપશો. કેટલાંક લોકોને દરેક વાતને અસહજ રીતે લેવાની આદત પડી ગઈ છે. આ એક નેશનલ ટાઈમ પાસ બની ગયું છે.
- એક યુઝરે કહ્યું હતું કે હિંદુ ધર્મમાં તારા રસના વખાણ કરીએ છીએ અને ભારત તરફથી પ્રેમ...
 
કેટી પેરીએ પોસ્ટ કરેલી તસવીર જોવા માટે આગળ ક્લિક કરો...
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: katy perry trolled after post a goddess of kali photo
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended