Home »Hollywood» Rihanna And Many More Celebs At Cannes Film Festival Red Carpet

Cannes: રેડ બેકલેસમાં આવી બેલા હૈદીદ, વ્હાઈટ ઓફ શોલ્ડરમાં રેહાનાનો જલવો

divyabhaskar.com | May 20, 2017, 14:31 PM IST

  • ડાબેથી બેલા હૈદીદ, રિહાના અને ઐશ્વર્યા રાય
કાન્સઃ 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 19મેના રોજ પહેલી ફિલ્મ 'Okja'નું પ્રીમિયર યોજાયું હતું. ફિલ્મના પ્રીમિયરના રેડ કાર્પેટ પર હોલિવૂડ અને બોલિવૂડ સેલેબ્સથી લઈ સુપર મોડલ્સ પણ જોવા મળી. ઐશ્વર્યા રાય બચ્ચન, સુપર મોડલ બેલા હૈદીદ, સિંગર રિહાના, એક્ટર લિલી કોલિન્સ, મોડલ મોલી સિમ્સ સહિત અનેક સેલેબ્સ ફિલ્મના પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. સુપર મોડલ બેલા હૈદિદ રેડ કલરના બેકલેસ ગાઉનમાં જ્યારે રિહાના વ્હાઈટ કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી. બેલાએ રેડ કાર્પેટ પર આપ્યા ફોટોગ્રાફર્સને પોઝ
 
બેલાએ રેડ બેકલેસ ગાઉનમાં રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. માત્ર એટલું જ નહીં, ફોટોગ્રાફર્સ પણ કેને ક્લિક કરવા માટે ક્રેઝી બન્યા હતા.  આ સિવાય રિહાના પણ રેડ કાર્પેટ પર ઉતરી ત્યારે તેને પણ ક્લિક કરવામાં આવી. જ્યારે ઐશ્વર્યા રાય, બેલા અને રિહાનાએ ફેન્સને ફ્લાઈંગ કિસ પણ આપી. આ પ્રસંગે ફિલ્મ 'Okja'ની સ્ટારકાસ્ટ પણ હાજર હતી. ફિલ્મની લીડ એક્ટ્રેસ લિલી કોલિન્સ, એક્ટર જેક જિલએનહોલ અને પોલ ડાનો પણ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં રિહાના, ઐશ્વર્યા અને બેલા હૈદીદ સહિતના હોલિવૂડ સ્ટાર્સના ફોટોઝ
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rihanna and many more celebs at Cannes Film Festival red carpet
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended