Home »Hollywood» Supermodel Miranda Kerr Has Married Snapchat CEO Evan Spiegel

ભારતને ગરીબ કહેનારા સ્નેપચેટના CEOએ કર્યા એક દિકરાની મા સાથે લગ્ન

divyabhaskar.com | May 31, 2017, 09:41 AM IST

  • ઈવાન સ્પીગલ સાથે મિરાન્ડા કેર
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ સ્નેપચેટના ફાઉન્ડર અને સીઈઓ ઈવાન સ્પીગલે સુપર મોડલ મિરાન્ડા કેર સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સાઉથ કેલોફોર્નિયામાં એક સમારોહમાં કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર તેના ફેમિલી મેમ્બર્સ જ સામેલ થયા હતા. આ મિરાન્ડાના બીજા અને ઈવાનના પહેલા લગ્ન છે. મિરાન્ડા અને ઈવાને વર્ષ 2016ના જુલાઈમાં સગાઈ કરી હતી. જોકે ઈવાન સ્પીગલ(27) ફિયાન્સ મિરાન્ડા(34) કરતા 7 વર્ષ નાનો છે. માત્ર એટલું જ નહીં, તે એક 6 વર્ષના દિકરા ફ્લિન ક્રિસ્ટોફર બ્લુમની મા પણ છે.
 
ઈવાને ભારતને ગરીબ દેશ કહેતા થયો હતો વિવાદ
ગત એપ્રિલ માસમાં ઈવાને ભારતને ગરીબ દેશ ગણાવતા સોશિયલ મીડિયા પર તેનો ભારે વિરોધ થયો હતો. પોપ્યુલર મેગેઝિન 'વેરાઈટી'એ સ્નેપચેટના એક પૂર્વ કર્મચારીને ટાંકીને આ દાવો કર્યો હતો કે, વર્ષ 2015માં યુઝર્સ બેઝ ગ્રોથને લઈ મળેલી મીટિંગમાં કહ્યું હતું કે''ભારત જેવા ગરીબ દેશોમાં વિસ્તાર કરવાની કંપનીને કોઈ ઈચ્છા નથી.'' આ સ્ટેટમેન્ટ પ્રકાશમાં આવ્યા બાદ તેના વર્ઝનનું રેટિંગ 'સિંગલ સ્ટાર' થઈ ગયું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો મિરાન્ડા કેરના પહેલા લગ્ન, અફેર, કરિયર તથા ઈવાનના વિવાદો અંગે
 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Supermodel Miranda Kerr has married Snapchat CEO Evan Spiegel
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended