Home »Gujarati Cinema» Gujarati Actress Kinjal Dave Debuted In Gujrati Film At The Age Of 17

પહેલાં કોઈ ઓળખતું પણ નહોતું ગુજરાતની આ છોકરીને, હવે રાખે છે પાંચ-પાંચ બોડીગાર્ડ

divyabhaskar.com | Jul 17, 2017, 15:23 PM IST

  • બોડીગાર્ડ્સ સાથે કિંજલ દવે
અમદાવાદઃ 'ચાર બંગડીવાળી ગાડી...'થી લોકપ્રિય થયેલી કિંજલ દવે આજે તો કોઈ ઓળખાણની મોહતાજ નથી. જોકે, આજથી ચાર-પાંચ વર્ષ પહેલાં કિંજલ દવેને કોઈ ઓળખતું પણ નહોતું. હવે, કિંજલ દવે જ્યારે પણ કોઈ ઈવેન્ટ્સમાં જાય ત્યારે તેની આસપાસ પાંચથી છ જેટલા બોડીગાર્ડ્સ ને બાઉન્સર હોય છે. કિજંલ દવે ગુજરાતી ફિલ્મ 'દાદા હો દીકરી'માં કામ કરી રહી છે. હમણાં જ કિંજલ દવેનું નવું સોંગ 'ગુજરાતી રે લાલા...' આવ્યું છે. આ ગીત પણ લોકપ્રિય થયું છે. હાલમાં કિંજલ દવે પ્રોગ્રામ કરવાના બે લાખ રૂપિટા જેટલી ફી લે છે.

આ કોલેજમાં લીધું એડમિશનઃ
સેલિબ્રિટી હોવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી કિંજલ દવેએ અમદાવાદને બદલે પ્રાંતિજની એમ.સી.દેસાઇ કોલેજમાં સામાન્ય પ્રવાહમાં એડમિશન લીધું છે. કિંજલ દવેએ અભ્યાસ પૂરો કર્યા પહેલા જ પોતાની આવક પાંચ આંકડા સુધી પહોંચાડી દીધી છે. કોમર્સ સાથે ધો-12 પાસ કર્યા પછી તેણે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરવા નક્કી કરી લીધું છે. પોતે ગાયકીની સાથે સાથે વ્યસ્ત સમયમાં પણ ભણતર માટે સમય કાઢવા પ્રયત્નશીલ છે. કિંજલ દવેનાં માનવા મુજબ તમે સફળતાના ગમે તેટલા શિખરો સર કરો પરંતુ જીવનમાં અભ્યાસ ખૂબ જરૂરી છે. તેમાંયે દીકરીઓએ ભણવામાં સ્હેજેય પાછી પાની કરવી જોઇએ નહી. કિંજલ દવેના એડમિશનને પગલે કોલેજ સત્તાવાળાઓમાં પણ આનંદ સમાતો નથી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કિંજલ દવેની અજાણી વાતો....)
(Gujarati Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gujarati actress kinjal dave debuted in gujrati film at the age of 17
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended