Home »Gujarati Cinema» Desh Re Joya Dada Paresh Joya Fame Pinky Parikh Live With Her Family In Ahmedabad

'દેશ રે જોયા દાદા પરદેશ...'ની નણંદ પિંકી પરીખ યાદ છે?, જાણો હવે શું કરે છે?

Urvi Brahmbhatt/Rohit Patel | Mar 21, 2017, 00:03 AM IST

  • 'દેશ રે જોયા...'થી પિંકી પરીખ ચાહકોમાં લોકપ્રિય બની હતી
અમદાવાદઃ'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'માં ઝઘડાળું નણંદનો રોલ કરનાર પિંકી પરીખ દર્શકોના દિલોદિમાગમાં આજે પણ યાદ છે. જ્યારે પણ આ ફિલ્મની વાત આવે એટલે તરત જ ટીપીકલ નણંદ બનતી પિંકી પરીખનું પાત્ર મગજમાં ઉપસી આવે તે સ્વાભાવિક છે. આ ફિલ્મ બાદ પિંકી પરીખે અન્ય કેટલીક ફિલ્મ્સમાં કામ કર્યું છે. તાજેતરમાં જ divyabhaskar.comએ પિંકી પરીખ સાથે વાત કરી હતી. પિંકી પરીખને 'મન મોતી ને કાચ' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય પિંકી પરીખે 'હું તું ને રમતુડી', 'પિયુ ગયો પરદેશ' સહિતની ઘણી ગુજરાતી ફિલ્મ્સ કરી છે.

પિંકી પરીખ સાથે થયેલી વાતચીતઃ
- કરિયરની શરૂઆત કેવી રીતે કરી?

મારી મમ્મી જયશ્રી પરીખ એક જાણીતી એક્ટ્રેસ હતી અને તેથી જ તેમનો ઘણો જ સપોર્ટ મળ્યો હતો. મને અહીંયા ઘણી જ સરળતાથી એન્ટ્રી મળી ગઈ હતી. બહુ સંઘર્ષ પણ કર્યો નથી.

- સ્કૂલ કે કોલેજમાં નાટકોમાં ભાગ લીધો હતો?
આઠ વર્ષની ઉંમરે સ્ટેજ પર બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પિંકી પરીખની પરિવાર સાથેની તસવીરો....)
(Gujarati Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: desh re joya dada paresh joya fame pinky parikh live with her family in ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended