Home »Gossip» Late Actress Reema Lagoos Intimate With Naseeruddin In Rihaee

સલ્લુની ઓન સ્ક્રિન Momએ 13 વર્ષ મોટા એક્ટર સાથે આપ્યા'તા રોમેન્ટિક સીન્સ

divyabhaskar.com | May 19, 2017, 13:02 PM IST

  • 'રિહાઈ'ના એક સીનમાં નસીરુદ્દીન શાહ સાથે રીમા લાગુ
મુંબઈઃ 18મેના રોજ બોલિવૂડમાં મોડર્ન મોમના રોલ માટે જાણીતા બનેલા એક્ટ્રેસ રીમા લાગૂનું નિધન થઈ ગયું છે. તેણે 'મૈનેં પ્યાર કિયા'માં સલમાનની માનો રોલ કરાવીથી લઈ 'હમ આપકે હૈ કૌન', 'સાજન,' 'કુછ કુછ હોતા હૈ' અને 'વાસ્તવ' જેવી અનેક ફિલ્મ્સમાં મોમના રોલ કર્યા હતા. જોકે માના રોલ પહેલા તેઓએ લીડ એક્ટ્રેસ તરીકે પણ કામ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, પ્રેમાળ માના રોલ માટે જાણીતા રીમાએ બોલ્ડ સીન્સ પણ કર્યા હતા. તેઓએ વર્ષ 1988માં આવેલી ફિલ્મ 'રિહાઈ'માં નસીરુદ્દીન શાહ સાથે બેહદ ઈન્ટિમેટ સીન્સ પણ કર્યા હતા.
 
ફિલ્મમાં પતિની ગેરહાજરીમાં બાંધે છે બીજા પુરૂષ સાથે સંબંધો
અરૂણા રાજે નિર્દેશિત 'રિહાઈ'માં પુરૂષો પોતાની પત્નીઓને ઘરે છોડીને શહેરમાં કામ કરવા માટે ચાલ્યા જાય છે. જેમાં રીમાએ એક એવી સ્ત્રીનો રોલ કર્યો છે, જે પતિની ગેરહાજરીમાં બીજા પુરૂષો સાથે સંબંધો બાંધવામાં શરમ અનુભવતી નથી.
 
'કયામત સે કયામત તક'માં મા બન્યા બાદ આપ્યા હોટ સીન્સ
 
ફિલ્મમાં બે દિકરાની માનો રોલ કરનારા રીમા એક દુબઈથી આવેલા મનસુખ(નસીરુદ્દીન શાહ)નામના પુરૂષ સાથે સંબંધો બાંધે છે. રીમા લાગુએ આ રોલ 'કયામત સે કયામત તક'માં જુહી ચાવલાની માનો રોલ કર્યા બાદ સાઈન કર્યો હતો.
 
શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીની ફિલ્મ્સથી શરૂ કરી કરિયર
 
લાગુએ પોતાની ફિલ્મ કરિયર પ્રયોગધર્મી ફિલ્મ મેકર્સ શ્યામ બેનેગલ (કલયુગ) અને ગોવિંદ નિહલાની(આક્રોશ)થી શરૂ કરી હતી. મહાભારતથી પ્રેરિત 'કલયુગ' ફિલ્મમાં રિમાએ કુલભૂષણ ખરબંદાની પત્નીનો રોલ કર્યો કર્યો હતો. તેનો પતિ ઐય્યાશ હોવાથી તેના લગ્ન જીવન પણમાં ખટરાગ આવે છે. જોકે તે જીવન સાથે સમાધાન કરીને ગરિમાપૂર્ણ જીવન જીવતી હોય છે. આમ ફિલ્મમાં તે તેની દેરાણી બનેલી રેખા સામે પણ મેદાન મારી જાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં 'રિહાઈ'માં રીમા લાગુએ કરેલા બોલ્ડ સીન્સના ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: late actress reema lagoos intimate with naseeruddin in rihaee
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended