Home »Gossip» Actress Twinkle Khanna Welcomes Neighbour In The Funniest Way Possible

અક્ષય કુમારના પાડોશી બન્યા બાબા રામ રહિમ, ટ્વિંકલે આ રીતે ઉડાવી મજાક

divyabhaskar.com | Jan 11, 2017, 18:16 PM IST

  • બાબા રામ રહીમ, ટ્વિંકલ ખન્ના
મુંબઇઃ અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પોતાના સેન્સ ઓફ હ્યુમર માટે ફેમસ છે. સોમવારે તેણે ટ્વિટર પર પોતાના નવા પાડોશી અંગે જાણકારી આપી છે. આ પાડોશી અન્ય કોઇ નહીં પરંતુ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ અને ફિલ્મ 'MSG'ના લીડ એક્ટર ગુરમીત રામ રહીમ સિંહ ઇન્સાન છે.
 
મજાકિયા ઢંગમાં કર્યું વેલકમ
'મેસેન્જર ઓફ ગોડ' ફિલ્મના લીડ એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સિંગર રહી ચૂકેલા બાબાનું ટ્વિંકલે અનોખી રીતે વેલકમ કર્યું હતું. તેણે લખ્યુંકે, "Members of the original Monosodium fanclub @anvivud @RajaSen @tanuj_garg @shrishtiarya and I are blessed-HE has moved into our hood!"
-આ સાથે જ ટ્વિંકલે બિલ્ડિંગમાં જોવા મળેલા બાબાનો ગુપચુપ રીતે લીધેલો ફોટો પણ પોસ્ટ કર્યો. જોકે, ટ્વિંકલની આ પોસ્ટ પર યુઝર્સના ફની રિએક્શન્સ જોવા મળ્યા હતાં.
 
આ જ બિલ્ડિંગમાં રહે છે રીતિક
અક્ષય પત્ની ટ્વિંકલ અને બન્ને બાળકો આરવ અને નિતારા સાથે અંધેરી વેસ્ટના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં રહે છે. તેનું આ આલિશાન ઘર જુહુ બીચ સામે બન્યું છે. અક્ષય અને રીતિક રોશન પડોશી છે. અક્ષય આ બિલ્ડિંગમાં અનેક વર્ષોથી રહે છે જ્યારે રીતિક ત્રીજા માળ પર 2015માં શિફ્ટ થયો હતો. ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નાડિયાદવાલા પણ આ જ બિલ્ડિંગમાં રહે છે.
 
Tweetsવાંચવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર....
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Actress Twinkle Khanna Welcomes Neighbour In The Funniest Way Possible
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext