Home »Gossip» Kriti Sanon Face Off To Wardrobe Malfunction At Trailer Launch

વોર્ડરોબ માલફંક્શનનો શિકાર થતાં બચી ક્રિતિ, આ રીતે લીધી સુશાંતની Help

divyabhaskar.com | Apr 20, 2017, 15:11 PM IST

  • ક્રિતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત પોતાની અપકમિંગ ફિલ્મ 'રાબ્તા'ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહોંચ્યા હતાં
મુંબઇઃ તાજેતરમાં જ ક્રિતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત પોતાની અપકમિંગ ફિલ્મ 'રાબ્તા'ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન ક્રિતિ પ્રિન્ટેડ ડેમે ટોપ સાથે મિની સ્કર્ટમાં પહોંચી હતી. એ વાતમાં કોઇ શંકા નથી કે આ ડ્રેસમાં ક્રિતિ ખૂબ હોટ લાગી રહી હતી પરંતુ તેણે એટલું શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું કે તેને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં ચેર પર બેસવા માટે તેણે સુશાંતની મદદ લીધી હતી. જેથી તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર થતાં પણ બચી હતી.
 
ક્રિતિએ આ રીતે સુશાંત પાસેથી માગી મદદ
ઇવેન્ટમાં જ્યારે ક્રિતિને બેસવાનું હતું ત્યારે તેણે ચેરની તરફ જઇને સુશાંતને ઇશારો કર્યો. સુશાંત ઇશારો સમજીને ક્રિતિની સામે આવીને ઉભો રહી ગયો હતો. આ પછી તે ડિરેક્ટર સાથે વાત કરતો હતો ત્યાં સુધીમાં ક્રિતિ પોતાનું સ્કર્ટ એડજસ્ટ કરીને આરામથી ચેર પર બેસી ગઇ હતી. ક્રિતિને કમ્ફર્ટેબલ જોઇને સુશાંત પણ ફરી પોતાની જગ્યાએ આવીને બેસી ગયો હતો. સુશાંતની આ સમજદારીથી ક્રિતિ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર થવાથી તો બચી ગઇ પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.
 
સમગ્ર ઇવેન્ટ દરમિયાન એડજસ્ટ કરતી રહી સ્કર્ટ
-ક્રિતિ આ ઇવેન્ટ દરમિયાન શરમિંદગીનો શિકાર થવાથી તો બચી જ આ ઉપરાંત ઇવેન્ટમાં સ્પષ્ટ દેખાઇ આવતું હતું કે તે આ શોર્ટ ડ્રેસમાં બિલકુલ અસહજ અનુભવતી હતી. ટ્રેલર લોન્ચના અનેક વીડિયોઝમાં ક્રિતિ પોતાનું સ્કર્ટ એડજસ્ટ કરતાં જોવા મળે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જોઇ શકો છો ઇવેન્ટ દરમિયાન ક્રિતિ અને સુશાંતના અન્ય Photos...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kriti Sanon Face off to Wardrobe Malfunction At Trailer Launch
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended