Home »Gossip» Anniversary Special: Sunny Deol Ameesha Patel Gadar Turns 16

ખતરનાક હતો 'ગદર'નો આ સ્ટંટ, દાવ પર લાગ્યો હતો સનીના 'દીકરા'નો જીવ

Onkar Kulkarni | Jun 18, 2017, 16:13 PM IST

  • ઉત્કર્ષને સીન સમજાવતા ટીમ મેમ્બર્સ પાસે ઉભો રહેલો સની દેઓલ
મુંબઇઃ સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' રીલિઝ થયાને 16 વર્ષ થયા છે. 15 જુન 2001ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે તે દરમિયાન થિયેટર્સમાં 77 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને ફિલ્મના લાઇફટાઇમ કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્માના દીકરા ઉત્કર્ષે સની દેઓલના ઓનસ્ક્રિન દીકરાનો રોલ કર્યો હતો. તાજેતરમાં જ divyabhaskar.com સાથે અનિલ શર્માએ ખાસ વાત કરી હતી. જેમાં તેમણે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શૅર કરી હતી.
 
ફિલ્મ માટે દાવ પર લગાવ્યો હતો દીકરાનો જીવ
-અનિલે જણાવ્યું કે,"હું મને જ આ માટે દોષી માનું છું કે હું એટલો સેલ્ફીશ બન્યો કે એક સીન માટે મેં મારા દીકરાનો જીીવ જોખમમાં મુક્યો હતો."
-"હકીકતમાં એક સીનમાં સનીને ટ્રેન ઉપર અમિષા પટેલ સાથે એક ડબ્બામાંથી બીજા ડબ્બા પર દોડતા જમ્પ કરવાનો હતો. આ સીનમાં સનીના ખભા પર તેનો દીકરાનો રોલ કરતો મારો દીકરો ઉત્કર્ષ હતો."
- "શૂટિંગ દરમિયાન ટ્રેન 40 કિમીની સ્પીડથી ચાલી રહી હતી. જેના પર આ સીન શૂટ થયો હતો."
- "આ દરમિયાન મેં મારી આંખો બંધ કરી હતી. હું એ નહોતો જોઇ શક્યો. મારૂ દિલ જોરથી ધડકી રહ્યું હતું. કારણકે જો જરાપણ ભૂલ થઇ હોત તો મેં મારો દીકરો ગુમાવ્યો હોત."
- "જ્યારે ટ્રેન રોકાઇ અને કટનો અવાજ આવ્યો ત્યારે મેં આંખ ખોલીને જોયું તો સની ઉત્કર્ષ સાથે રમી રહ્યો હતો. આ જોઇને મારા જીવમાં જીવ આવ્યો."
-"આ નિર્ણય માટે આજે પણ હું મારી જાતને કોસું છું. કારણકે આ ખૂબ જ જોખમકારક હતું. હું આજે પણ આ સીન વિશે વિચારીને ટેન્શનમાં આવી જઉં છું. મને લાગે છે કે આ 16 વર્ષ જુની નહીં પરંતુ કાલની જ વાત છે."
 
આગળની સ્લાઇડ્માં વાંચો જ્યારે કટ બોલ્યા પછી પણ સેટ પર રડતા રહ્યા હતા સરદાર...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anniversary Special: Sunny Deol Ameesha Patel Gadar Turns 16
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended