Home »Gossip» Actress Shraddha Post Love Emoji To Farhan Akhtar

શ્રદ્ધા કપૂરનું છે આ 13 વર્ષ મોટા એક્ટર સાથે Love Affair, આ રીતે ખુલી ગઈ પોલ

divyabhaskar.com | Jun 18, 2017, 17:50 PM IST

  • ફરહાન અને શ્રદ્ધાના લવ અફેરની ચર્ચા 'રોક ઓન 2'થી શરૂ થઇ છે
મુંબઇઃ શ્રદ્ધા કપૂર હાલ પોતાના નવા પ્રોજેક્ટ 'હસીના'નું જોરદાર પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ પોતાની આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ કર્યું હતું. જેમાં તે ગેંગસ્ટર લુકમાં જોવા મળી હતી.  આ લુકથી તે ખુબ ચર્ચામાં આવી હતી. જોકે, શ્રદ્ધા ફિલ્મ ઉપરાંત પોતાનાથી 13 વર્ષ મોટા ફરહાન અખ્તર સાથેના અફેયરના લીધે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ એવી ટ્વિટ કરી હતી જેનાથી ફરી આ બન્ને વચ્ચેના રિલેશન સપાટી પર આવ્યા છે.
 
શ્રદ્ધાએ ટ્વિટ કરી લવ ઇમોજી
-બન્ને અનેકવાર સાથે ડેટમાં જતાં અને એકબીજા સાથે સમય પસાર કરતાં જોવા મળ્યા છે. પરંતુ તેમણે ક્યારેય પોતાના રિલેશન અંગે જાહેરમાં કોઇ વાત કરી નથી. તેમજ છેલ્લા કેટલાક સમયથી તેઓ સાથે જોવા મળ્યા નથી.
-આથી તેવું લાગ્યું કે બન્ને વચ્ચે રિલેશનનો અંત આવ્યો છે. પરંતુ જ્યારે શ્રદ્ધાએ 'હસીના'નું પોસ્ટર રીલિઝ કર્યું તો ફરહાને સૌથી પહેલા તેને શુભેચ્છા આપી હતી. ફરહાને લખ્યું હતું કે,"Nice one @ShraddhaKapoor .. looks real, gritty and dramatic.. all the best @ApoorvaLakhia @SiddhanthKapoor & Team #HaseenaParkar"
-ફરહાનની આ ટ્વિટનો જવાબ આપતા શ્રદ્ધાએ લવ ઇમોજી સાથે એક ટ્વિટ કરી હતી. શ્રદ્ધાએ ટ્વિટ કર્યું હતું કે,"Thank you 😊😊😊❤ #HaseenaParkarTeaser". શ્રદ્ધાનું આ લવ ઇમોજીથી લાગી રહ્યું છે કે હજુ પણ બન્ને વચ્ચે રિલેશનનો અંત આવ્યો નથી.
 
આ પહેલા ફરહાને લખી હતી શાયરી
-નોંધનીય છે કે થોડા મહિના પહેલા ફરહાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક શાયરી લખી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફરહાને આ શાયરી શ્રદ્ધા માટે લખી હતી. સોશ્યિલ મીડિયા યૂઝરે પણ શ્રદ્ધાને ટાંકીને ફરહાનની આ શાયરી પર કમેન્ટ કરી હતી.
 
આગળની સ્લાઇડમાં વાંચો હતી લિવ ઇનમાં રહેવાની હતી ચર્ચા....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Shraddha Post Love emoji to farhan akhtar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended