Home »Gossip» Actress Shilpa Shetty Shared The Experience Of Body Shaming

છલકાયું શિલ્પા શેટ્ટીનું દર્દ; કહ્યું,'દીકરાના જન્મ પછી 5 મહિના ઘરમાં પુરાઇને રહી છું'

divyabhaskar.com | Feb 17, 2017, 14:35 PM IST

  • શિલ્પા શેટ્ટી
મુંબઇઃ પ્રેગ્નેન્સી પછી કરિના કપૂરના વધેલા વજન પર આવી રહેલી કમેન્ટ્સ પર શિલ્પા શેટ્ટીનું કહેવું છે કે હું તેનું દર્દ સમજી શકું છું. એક ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીતમાં શિલ્પાએ કહ્યું હતું કે,"એક્ટ્રેસ હોવાના કારણે હું કરિનાના ઇમોશન અને પ્રેશરને સમજી શકું છું. ખાસ તો ત્યારે જ્યારે તે ફિટ બોડીના કારણે ફેમસ છે. જ્યારે હું મોમ બની હતી ત્યારે મેં પણ આ પ્રેશરનો અનુભવ કર્યો છે."
 
શિલ્પાએ કહ્યું,'પાંચ મહિના સુધી નહોતી નીકળી ઘરની બહાર'
શિલ્પાએ પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું હતું કે,"ડિલિવરી પછી હું પાંચ મહિના ઘરની બહાર નીકળી ના હતી. હું જ્યારે પતિ સાથે બ્રન્ચ પર ગઇ હતી ત્યારે મેં સાંભળ્યું હતું કે કેટલીક મહિલાઓ મારા વજન અંગે વાત કરતા હસી રહી છે. આ ખૂબ જ મુશ્કેલીભર્યું હતું."
 
લોકો પોતાની ફિટનેસ વિશે વિચારતા નથી
શિલ્પાએ આગળ જણાવ્યું હતું કે,"લોકો અન્ય અંગે વાત કરવી પસંદ કરે છે પરંતુ તેને એ સમજવું જોઇએ કે ફિટનેસ તેમના માટે પણ એટલી જ અગત્યની છે. મને કોઇ જ ફરક પડતો નથી કે લોકો શું કહે છે. આ અમારી જિંદગીનો ભાગ છે અને સેલિબ્રિટી હોવાના કારણે અમને ગમે તે રીતે જજ કરવામાં આવે છે."
 
2012માં શિલ્પા બની હતી મોમ
શિલ્પાએ 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતાં. 2012માં તેણે દીકરા વિઆન રાજને જન્મ આપ્યો હતો. નોંધનીય છે કે આજે શિલ્પાની ગણતરી બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસિસમાં થાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં જોઇ શકો છો પ્રેગ્નેન્સી અને તેના પછીના શિલ્પા શેટ્ટીના અન્ય કેટલાક Photos....
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Actress Shilpa Shetty Shared The Experience Of Body Shaming
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext