Home »Gossip» Salman Khan And Ahil Looked Too Adorable In Latest Pic

મામુ સલમાન સાથે જોવા મળ્યો ભાણીયાનો Cute અંદાજ, આવું છે Bonding

divyabhaskar.com | Apr 20, 2017, 09:55 AM IST

  • સલમાન ખાન તથા અહિલ
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં પોતાની દબંગ(Da-Bangg) ટૂર પર છે. સલમાન ખાન પરિવાર સાથે આ ટૂર પર ગયો છે. આ સિવાય ડેઈઝી શાહ, પ્રભુદેવા, બિપાશા બાસુ જેવા સ્ટાર્સ પણ છે. ટૂર દરમિયાન સલમાન ખાન પોતાના ભાણીયા અહિલ સાથે મસ્તી કરતો જોવા મળે છે. સલમાન પર્ફેક્ટ ડેડના રોલમાં જોવા મળ્યો હતો.

અહિલ 30 માર્ચે થયો એક વર્ષનોઃ
અર્પિતાના દિકરો અહલ 30 માર્ચના રોજ એક વર્ષનો થયો હતો. અહિલનો બર્થડે માલદિવમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાન પરિવાર સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન ઓસ્ટ્રિયામાં પોતાની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'ના શૂટિંગમાં બિઝી હતો પરંતુ ભાણેજનો જન્મદિવસ હોવાના કારણે તે ખાસ ઓસ્ટ્રિયાથી માલદીવ 22 કલાકની સફર કરીને આવ્યો હતો. સલમાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વન્તૂર પણ માલદીવ પહોંચી હતી. તેણે જણાવ્યું કે તે સાત વર્ષ પછી માલદીવ આવી છે. નોંધનીય છે કે અહિલના જન્મ પછી સલમાને પોતાની બહેન અર્પિતાને એક બીએમડબલ્યૂ કાર ગિફ્ટમાં આપી હતી. પોતાના ભાણેજનું નામ પણ તેણે જ રાખ્યું છે. સલમાન લાડમાં તેને 'સુપર શર્મા' કહીને બોલાવે છે. 

આ પહેલાં 'બિગ બોસ'ના સેટ પર જોવા મળ્યો હતો અહિલઃ
સલમાન ખાન થોડાં સમય પહેલાં જ ભાણીયા અહિલ શર્માને 'બિગ બોસ' કેવી રીતે હોસ્ટ કરવામાં આવે, તે શીખવાડ્યું હતું. અહિલની મોમ અર્પિતા તથા ડેડ આયુષ શર્મા એક્ટર સલમાનને મળવા 'બિગ બોસ'ના સેટ પર આવ્યા હતાં. આ સમયે સલમાન ભાણીયાને તેડીને સ્ટેજ પર લાવ્યો હતો અને લાંબા સમય સુધી રમતો હતો. આટલું જ નહીં માઈક પર અહિલને ઓપનિંગ લાઈન કઈ રીતે બોલવી તે શીખવવતો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાન-અહિલની ખાસ તસવીરો...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan and ahil looked too adorable in latest pic
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended