Home »Gossip» Actor Anupam Kher Loss Approx 16 Kg Weight With This Diet Plan

62 વર્ષના અનુપમ ખેરે આમ ઘટાડ્યું 16 કિલો વજન, નવા લુકમાં લાગ્યા FIT

divyabhaskar.com | May 17, 2017, 13:34 PM IST

મુંબઈઃ 62 વર્ષના અનુપમ ખેર ટૂંક સમયમાં જ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર આગામી ફિલ્મ 'ટોઈલેટઃ એક પ્રેમકથા'માં જોવા મળશે. આ ઉંમરે પણ તેઓ સતત ફિલ્મ્સમાં વ્યસ્ત છે અને પોતાની ફિટનેસનો પણ ખ્યાલ રાખી રહ્યા છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ટ્રાન્સફોર્મેશનનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ઘણા ફિટ લાગી રહ્યા છે. અનુપમે આ ફોટો શેર કરતા લખ્યું કે, "Weight loss is a healthy decision. A permanent one". ઉલ્લેખનીય છે કે, અનુપમ ગત વર્ષથી જ ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં 16 કિલો વજન ઘટાડી દીધું છે. અનુપમ ખેરે આમ ઘટાડ્યું વજન
 
- 5 ફિટ 7 ઈંચના અનુપમનું વજન લગભગ 72 કિલો હતું. પરંતુ એક વર્ષમાં તે ઘણું વજન ઘટાડી ચૂક્યા છે. ત્યાર બાદ હવે તેનું વજન 56 કિલો છે.
- અનુપમે વજન ઘટાડવા માટે પ્રોપર એક્સરસાઈઝ પ્લાન ફોલો કરી રહ્યા છે. તે રોજ પોતાના ટ્રેનર એન્થોની જાધવના ગાઈડન્સ વર્ક આઉટ કરતા રહ્યા છે.
- એક્સરસાઈઝ સાથે અનુપમ પોતાના ડાયટનો પણ ખ્યાલ રાખી રહ્યા છે. તે રેગ્યુલર ડાયટમાં ઘરનું બનેલું ભોજન, સીઝન ફ્રુટ અને ફળો ખાય છે.
- અનુપમ જણાવે છે કે,"હું જંક ફૂડ એવોઈ કરું છું અને સીઝનલ ફ્રુટ ખાવામાં વધુ વિશ્વાસ કરું છું. તેને ખાવાથી શુગર લેવલ યોગ્ય રહે છે અને સાથે જ પોતાની એનર્જી પણ આપે છે.
 
આગળની સ્લાઈડ્સમાં અનુપમ ખેરના બદલાયેલા લુકના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: actor anupam Kher Loss Approx 16 Kg Weight with this diet plan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended