Home »Gossip» Users Make Fun Of Actress Priyanka Chopra Because Of Her Nose

પ્રિયંકાના નાકની ઉડી મજાક; કહ્યું,'સર્જરી પછી લાગે છે પ્લાસ્ટિકિયા ચોપરા'

divyabhaskar.com | Jun 10, 2017, 11:27 AM IST

  • પ્રિયંકાએ શૅર કરેલા ફોટો(જમણી બાજુ) માં તેણે નાકની સર્જરી કરાવી હોવાનું કહેવાય છે
મુંબઇઃ પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ મુંબઇથી પરત ફરી છે. પરત આવતા પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શૅર કર્યો હતો. જેમાં તેના નાકને લઇને સોશ્યિલ મીડિયા યુઝર્સે સવાલ કર્યા છે. તેમણે પ્રિયંકાને પૂછ્યું હતું કે શું તેણે નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે, તેનો જવાબ પ્રિયંકા જ આપી શકે છે.
 
યુઝર્સે પ્રિયંકાના નાક પર કરી કમેન્ટ
-પ્રિયંકાએ શૅર કરેલા ફોટોઝ પર કેટલાક યુઝર્સે તેને કદરૂપી કહી હતી તો કેટલાકે કમેન્ટ કરી હતી કે જો તેણે નાકની સર્જરી કરાવી છે તો ખૂબ જ ખરાબ સર્જરી છે. આ ઉપરાંત કેટલાક યુઝર્સ એવા પણ હતાં જે પ્રિયંકાનો પક્ષ લઇ રહ્યાં હતાં
- @priyankachopra your face makes me laugh hahahaha hahaha stay there
- @priyankachopra  Wolds most biggest lips pig girl your very ugly girl
 
પહેલા પણ નાકને લઇને ઉઠી ચૂક્યા છે સવાલ
-આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રિયંકાએ અમેરિકન ચેટ શો 'ધ વ્યૂ'માં પર્સનલ લાઇફના કેટલાક સિક્રેટ શૅર કર્યા હતાં.
-પ્રિયંકાએ જણાવ્યું હતું કે મિસ વર્લ્ડ બન્યા પછી જ્યારે તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી તો તેને બોડી શેમિંગનું શિકાર બનવું પડ્યું હતું.
-તેણે જણાવ્યું હતું કે જ્યારે તે એક ફિલ્મ પ્રોડ્યુસર પાસે ગઇ ત્યારે તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે,"તે પ્રોડ્યુસરનું કહેવું હતું કે મારૂ નાક સારૂં નથી અને મારો બોડી શેપ પણ સારો નથી."
-પ્રિયંકાએ શોમાં જ કહ્યું હતું કે, આ તેનું ઓરિજનલ નાક છે. પ્રિયંકાએ કહ્યું કે,"લોકોને લાગે છે કે મેં ખૂબ સર્જરી કરાવી છે પરંતુ એવું કશું જ નથી."
-નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ 'બેવોચ' રીલિઝ થઇ હતી અને હવે તે અમેરિકન શો 'ક્વાન્ટિકો'ની ત્રીજી સીઝનની તૈયારી કરી રહી છે. હાલ તેની પાસે કોઇ બોલિવૂડ ફિલ્મ નથી.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,યુઝર્સે કેવી રીતે પ્રિયંકા ચોપરાના નાકને લઇ ઉઠાવ્યા સવાલ...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Users Make Fun Of Actress Priyanka Chopra Because of her Nose
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended