Home »Gossip» Kareena And Baby Taimurs Candid Photo Will Make Your Day

Photo Of The Day: મોમની કરિનાની ગોદમાં ખડખડાટ હસતો જોવા મળ્યો તૈમુર

divyabhaskar.com | Mar 18, 2017, 15:39 PM IST

  • મોમ કરિના સાથે તૈમુર
મુંબઈઃસતત મીડિયામાં ચમકતા રહેતા સૈફ અને કરિનાના લિટ્ટલ નવાબ તૈમુરનો ફોટો ફરીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ ફોટો કરિનાના ઘરે જ લેવામાં આવ્યો છે. તેને જોઈને લાગે છે કે, તે ઝડપથી મોટો થઈ રહ્યો છે. હાલ તે ત્રણ મહિનાનો થઈ ચૂક્યો છે. આજે(18 માર્ચ) જોવા મળેલા આ ફોટોમાં તે એકદમ ક્યુટ લાગી રહ્યો છે અને મોમની પ્રેમ ભરી પપ્પીથી ખડખડાટ હસતો જોવા મળે છે. આ દરમિયાન તે ગ્રે કલર આઉટફિટમાં જ્યારે તેની મોમ બેબો બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી.
 
16 માર્ચે નીકળ્યો હતો ઘર બહાર
તૈમુર અલી ખાન 16 માર્ચના રોજ મોમ કરિના અને માસી સાથે નાની બબિતાના ઘરે જતો જોવા મળ્યો હતો.  આ સમયે કારમાં તૈમુરને નેનીએ ખોળામાં સૂવડાવીને રાખ્યો હતો. તેની બાજુમાં જ કરિના કપૂર બેઠી હતી અને ફોન પર વાત કરતી હતી. તૈમુરની માસી કરિશ્મા પણ જોવા મળી હતી.
 
20 ડિસેમ્બરે આપ્યો જન્મ
કરિના કપૂરે ગયા વર્ષે 20 ડિસેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તૈમુરને જન્મ આપ્યો હતો. તૈમુર હવે ત્રણ મહિનાનો થવા આવ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં તૈમુર અલી ખાનના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kareena and baby Taimurs candid photo will make your day
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended