Home »Gossip» Veteran Actress Moushumi Chatterjee Talk About Shooting Experience In Pregnancy

રેપ સીન સમયે હતી પ્રેગ્નન્ટ, શૂટિંગ સમયે રડવા લાગી હતી આ એક્ટ્રેસ

divyabhaskar.com | Apr 19, 2017, 15:15 PM IST

  • મૌસમીએ 'રોટી કપડા ઔર મકાન'ના રેપ સીનના શૂટિંગનો કિસ્સો શૅર કર્યો હતો
મુંબઇઃ તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે મૌસમી ચેટર્જીની દીકરી મેઘા વેબ સીરિઝથી એક્ટિંગ ડેબ્યૂ કરવાની છે. જોકે, મેઘાની મોમ મૌસમી ચેટર્જી પણ પોતાના જમાનાની ફેમસ એક્ટ્રેસ રહી ચૂકી છે. મૌસમી 69 વર્ષની થવા જઇ રહી છે. 26 એપ્રિલ 1948ના રોજ કોલકાતામાં જન્મેલી મૌસમીએ અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. પરંતુ 'રોટી કપડા ઔર મકાન' (1974) તેની સૌથી હિટ ફિલ્મ માનવામાં આવે છે. ડિરેક્ટર મનોજ કુમારની આ ફિલ્મમાં મૌસમીએ રેપ સર્વાઇવર તુલસીનો રોલ કર્યો હતો. ફિલ્મનો રેપ સીન હિંદી સિનેમાના સૌથી ડિસ્ટર્બિંગ સીન્સમાંથી એક ગણવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે જ્યારે મૌસમીએ આ સીન કર્યો હતો ત્યારે તે પ્રેગ્નન્ટ હતી.
 
રેપ સીન દરમિયાન રડી હતી મૌસમી
-2015માં એક ઇન્ટરવ્યૂમાં મૌસમીએ 'રોટી કપડા ઔર મકાન'ના રેપ સીનના શૂટિંગનો કિસ્સો શૅર કર્યો હતો.
-મૌસમીએ કહ્યું હતું કે,"આ સીનની ખૂબ ચર્ચા થઇ હતી. લોકોને આ સેન્સેટિવ લાગ્યું હતું. પરંતુ આ સીનનું શૂટિંગ ખૂબ મુશ્કેલ હતું. સીનમાં વિલનને મારૂ બ્લાઉઝ ખેંચતા બતાવવામાં આવ્યો છે. મને ચિંતા હતી કે આ સીન કેવી રીતે શૂટ કરવામાં આવશે. આ સીન માટે મેં બે બ્લાઉઝ પહેર્યા હતાં અને વિલને ઉપરનું બ્લાઉઝ ખેંચ્યુ હતું."
-ઇન્ટરવ્યૂમાં મૌસમીએ એ પણ જણાવ્યું હતું કે જે સમયે તે રેપ સીનનું શૂટિંગ કરી રહી હતી તે સમયે તેના વાળ લાંબા હતા. શૂટિંગ દરમિયાન તેની પર લોટ પડ્યો હતો. તે પરસેવાથી લથબથ હતી અને દરેક વસ્તુ તેને ચોંટતી હતી. લોટ પણ તેના વાળમાં ચોંટી ગયો હતો. પોતાની આ હાલતથી તે સેટ પર રડવા લાગી હતી.
-મૌસમીના મતે, શૂટિંગ પછી તે રાતે 10.30 વાગે ઘરે પહોંચી હતી અને વાળમાંથી લોટ નીકાળતાં રાતના 2 વાગી ગયા હતાં.
-મૌસમીએ એ પણ જણાવ્યું હતું કે કેટલોક લોટ તો તેના મોંમાં પણ ચાલ્યો ગયો હતો. જેના કારણે તેને ઉલ્ટી થઇ હતી અને હાલત ખરાબ થઇ હતી.
-જોકે, મૌસમીએ જણાવ્યું કે ડિરેક્ટર મનોજ કુમારે તેની સારી સંભાળ રાખી હતી. આ પછી પ્રેગ્નન્સીના કારણે 'રોટી કપડા ઔર મકાન'નું સોંગ 'તેરી દો ટકિયા કી નૌકરી' ઝીન્નત અમાન પર શૂટ કરાયું હતું.
 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો,જ્યારે પ્રેગ્નન્સીની હાલતમાં પ્રોડ્યુસરે કરાવ્યા મુશ્કેલ સીન....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Veteran Actress Moushumi Chatterjee Talk About Shooting experience in Pregnancy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended